Stubble burning (પરાળી સળગાવવા): દેશના પાટનગર સાથે આખો દેશ વાયુ પ્રદૂષણને કારણે મુશ્કેલીમાં છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે પરાળીની સમસ્યા સામે કડક વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે.
હાલમાં, કેન્દ્ર સરકારે પરાળીને બાળનારા ખેડ્તો પર દંડની રકમ બમણી કરી દીધી છે. મળતી માહિતી મુજબ, પરાળી બાળતાં ખેડૂતોને હવે 30 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.
એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન એમેન્ડમેન્ટ રુલ્સ- ૨૦૨૪ નેશનલ કેપિટલ રિજન અને આસપાસના વિસ્તારોમાં અસરકારક રહેશે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન અનુસાર, જે ખેડૂતોની જમીન બે એકરથી ઓછી છે તેમને ૫૦૦૦ રૂપિયાનું પર્યાવરણીય વળતર ચૂકવવું પડશે.
પ્રદુષણ ઘટાડવા કેન્દ્ર સરકાર મક્કમ : પર્યાવરણ મંત્રાલયે નોટીફીકેશન બહાર પાડી પરાળી સળગાવવા મામલે દંડ બમણો જાહેર કર્યો…
આ સાથે જે ખેડૂતોની જમીન બે એકર કે તેથી વધુ પરંતુ પાંચ એકરથી ઓછી છે તેમને ૧૦,૦૦૦ રૂપિયાનું પર્યાવરણીય વળતર ચૂકવવું પડશે. પાંચ એકરથી વધુ જમીન ધરાવતા ખેડ્તોએ ૩૦,૦૦૦ રૂપિયાનું પર્યાવરણીય વળતર ચૂકવવું પડશે. ઉપરાંત, પરસળ સળગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં રહેશે.
કેન્દ્ર સરકારના “એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને’ નેશનલ કેપિટલ રિજન અને તેની આસપાસના વિસ્તારોમાં “પર્યાવરણ વળતર ફોર સ્ટબલ ર્બનિંગ એમેન્ડમેન્ટ એક્ટ’ની જોગવાઈઓ લાગુ કરી છે. આ કાયદામાં દંડની જોગવાઈઓ અને પરાળી સળગાવવા માટે ભંડોળનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણાની સરકારોને પલાળીને બાળવાની ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ઠપકો આપ્યો હતો.
સુપ્રિમ કોર્ટે વાયુ ગુણવત્તા આયોગને પંજાબ અને હરિયાણા સરકારના અધિકારીઓ વિરુદ્ધ સતત પરાળી ગાવવાની ઘટનાઓને કારણે શિક્ષાત્મક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત, કોર્ટે તેના આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે એક સપ્તાહની સમય મર્યાદા નક્કી કરી છે.