સિંગતેલની માંગ નીકળે ત્યાં સુધી ખેડૂતોને મગફળીના સારા ભાવના એંધાણ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

મગફળીના ભાવ છેલ્લા બે અઠવાડિયાથી મણના રૂ.૯૫૦ થી ૧૧૦૦ વચ્ચે ચાલી રહ્યા છે. નાના કાઉન્ટના દાણા ધરાવતી મગફળીના ભાવ રૂ.૧૩૦૦ થી ૧૪૦૦ બોલાય છે કારણ કે આ પ્રકારની મગફળીની અછત છે.

મગફળીના ખેડૂતોએ હવે બે બાબતો પર બરાબર ધ્યાન રાખવાની જરૂર છે. ઉનાળુ મગફળીનું વાવેતર આગામી એકાદ અઠવાડિયામાં ચાલુ થશે તેમજ ચીનની સીંગતેલની માગ હાલ અટકેલી છે.

કારણ કે ચીનમાં આપણી દિવાળી જેવો લૂનાર નવા વર્ષનો તહેવારો તા.૧૨થી ફેબ્રુઆરી થી તા.૧૯મી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે આ તહેવારો દરમિયાન ચીનમાં રજાનો માહોલ હોઇ બધું જ બંધ રહે છે આથી ચીને હાલ સીંગતેલ મંગાવવાનું બંધ કર્યું છે.

ચીનની સીંગતેલની માગ નીકળે ત્યાં સુધી ખેડૂતોએ મગફળીના સારા ભાવની રાહ જોવી જોઇએ…

કારણ કે લૂનારના દિવસો દરમિયાન સીંગતેલ ત્યાં પહોંચે તે રીતેના વેપાર તેઓ કરતાં નથી. હવે લૂનારના નવા વર્ષની રજા પછી સીંગતેલ ચીન પહોંચે તે માટેના વેપારો ધીમે ધીમે શરૂ થશે.


આ વેપારો શરૂ થાય ત્યારે અહીં મગફળીના ભાવ સુધરવાની ધારણા છે. આ ઉપરાંત બિયારણની માગ નીકળશે. આ બંનેને ફાયદો ખેડૂતોને મળે તેમ હોઈ ખેડૂતોએ મગફળી વેચવામાં થોડી રાહ જોવી જોઇએ.

Leave a Comment