વાવાઝોડાની સંભવિત અસરને પગલે આજે અનેક યાર્ડાએ નવી આવકો બંધ રાખી હતી અને જે આવકો થઈ હતી, તે પણ બહુ ઓછી થઈ હતી. સરેરાશ મગફળીની બજારમાં ટૂંકાગાળા માટે નવી આવકો વધે તેવા કોઈ સંકેત દેખાતા નથી. બજારનો ટ્રેન્ડ હાલનાં તબક્કે સરેરાશ નરમ દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ બજારનો આધાર રહેલો છે.
peanut commodity market income decline in market yard due to gujarat rain thunderstorm groundnut price stable |
ગોંડલમાં મગફળી ના ભાવ
ગોંડલમાં મગફળીની આજે કુલ ૩૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૭૦૦ થી ૧૧૦૦૦નાં હતાં. રૂ.૧૧૦૦ની ઉપર એન્ટ્રી આજે ખાસ પડી નહોંતી. વેપારીઓ કહે છેકે ક્વોલિટી જ ખુબ જ નબળી હોવાથી ભાવ ઊંચા કોઈ બોલ્યું નહોતું.
હળવદમાં આજે આવકો અને હરાજી બંધ હતી. જામનગરમાં પણ આવકો અને હરાજી બંધ રહી હતી. રાજકોટમાં પણ બે દિવસ માટે હરાજી બંધ રાખવાની જાહેરાત કરી છે.
મગફળીના ભાવ હિંમતનગર
હિંમતનગરમાં નવી મગફળીની એક હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૭૮૦ થી ૧૩૭૪નાં હતા. ડીસામાં ૭૦ બોરીની આવક સામે ભાવ રૂ.૧૦૧૨ થી ૧૦૭૧નાં ભાવ હતાં.
ક્યારે શરૂ થશે મગફળીની અવાક
મગફળીનાં વેપારીઓ કહે છેકે નવી આવકો વધતા હજી દશેક દિવસ વધી જશે, પરંતુ જો બે દિવસમાં વરસાદ અટકી જશે અને પીઠાઓમાં આવકો શરૂ થશે તો દૈનિક ૨૦ થી રપ હજાર ગુણીની આવકો ચાલુ થઈ જાય તેવી ધારણા છે.
ઉત્તર ગુજરાતમાં મગફળીની બજાર
ઉત્તર ગુજરાતમાં પણ દશેક દિવસમાં આવકો રેગ્યુલર શરૂ થવા લાગે તેવી સંભાવનાં દેખાય રહીછે. મગફળીનાં ભાવની સ્થિતિ સરેરાશ હાલ નરમ છે. હવાવાળો માલ વધારે આવે છે, જો કોરો માલ આવશે તો મગફળીની બજારમાં ભાવ ટેકાનાં ભાવની લગોલગ જળવાઈ રહે તેવી ધારણાં છે.
ટેકાના ભાવે મગફળીની ખરીદી
સરકારની ખરીદી છેક લાભપાંચમે એટલે કે દોઢ મહિના પછી આવવાની છે, પરિણામે ત્યા સુધીમાં મોટો ભાગનો માલ બજારમાં આવી જાય તેવી ધારણાં છે. જો સરકાર વહેલી ખરીદીની જાહેરાત કરે તો બજારને રાહત મળી શકશે.