મગફળીમા વેચવાલી ઘટી રહી છે અને બીજી તરફ સીંગદાણામાં સંક્રાતિની ઘરાકી થોડી સારી હોવાથી મગફળીનાં ભાવમાં મંગળવારે મણે રૂ.૫થી ૧૫ સુધીનો સુધારો ક્વોલિટી પ્રમાણે જોવા મળ્યો હતો.
સીંગતેલનાં ભાવ પણ બે-ત્રણ દિવસથી ઊંચા રહ્યાં હોવાથી તેની અસરે પણ બજારને ટેકો મળી રહ્યો છે. કોમર્શિયલ સીંગદાણામાં હાલ ઉતરાયણની સારી ઘરાકી છે, જેને પગલે તેમાં ટને રૂ.૫૦૦ વધ્યાં હોવાથી તેની અસરે મગફળીની બજારો પણ સુધરી રહી છે. જોકે લુઝ જો આગળ ઉપર વધશે નહીં તો મગફળીની તેજીને બ્રેક લાગી શકે છે.
ગોંડલમાં મગફળીનાં ૩૫ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૬૭૫થી ૧૧૦૦, રોહીણીમાં રૂ.૬૦૦થી ૧૧૫૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૧૧૧નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૯૦૦થી ૧૦૩૦નાં ભાવ હતાં.
રાજકોટમાં ૧૨ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૮૮૦થી ૯૩૦, ૨૪ નં. રોહિણીમાં રૂ.૮૫૦થી ૧૧૦૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૦૨૦, જી-૨૦માં રૂ.૬૯૬૦થી ૧૧૦૫, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૯૦ અને ૯૯ નં.માં રૂ.૬૬૦થી ૧૦૨૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૧૫૦નાં ભાવ હતાં.
જામનગરમાં ૫૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૬૦૦ થી ૧૦૪૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦થી ૧૧૫૦ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦થી ૧૨૫૦નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦થી ૧૦૪૦નાં ભાવ હતાં.
મહુવામાં ૪૦૮૫ ગુણીની આવક હતી અને મગડીનાં ભાવ રૂ.૧૦૧૧ થી ૧૧૪૧, જી-પમાં રૂ.૧૦૪૭થી ૧૧૭૫ અને જી-૨૦માં રૂ.૮૯૬થી ૧૦૭૭નાં ભાવ હતાં.
હીંમતનગરમાં ૧૫૦૦ ગુણીની આવક હતી, અને હીંમતનગર મગફળીનાં ભાવ રૂ.૧૦૨ર૫થી ૧૩૪૭૦નાં ભાવ હતાં. ડીસામાં માત્ર ૩૫૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૫૫ થી ૧૧૧૫નાં હતાં.