મગફળીમાં ભાવ ઘટતા પીલાણ મિલોની માંગથી ભાવમાં આવ્યો વધારો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

મગફળીમાં ભાવ ઘટતા પિલાણ મિલોની લેવાલીનાં પગલે ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો હતો. સીંગતેલમાં તેજી અને સીંગદાણામાં પણ ટને રૂ.૫૦૦નો વધારો થયો હોવાથી સરેરાશ બજારનો ટોન મજબૂત દેખાય રહ્યો છે.

સીંગદાણાની બજારમાં ટૂંકાગાળા માટે બજારો મજબૂત રહી શકે છે. સીંગદાણાનાં ભાવ આજે ટને રૂ.૫૦૦નો વધારો થયો હતો. ચીનનું વેકેશન ખુલ્યું હોવાથી દરેકને આવી ધારણાં છે કે નવા નિકાસ વેપારો નીકળી શકે છે, જેને પગલે બજારો સુધર્યા હતાં. જોકે બજારમાં નવા વેપારો કરતાં જૂનું પેમેન્ટ આવશે તો નવી ખરીદી થશે તેવી ધારણાએ બજારો સુધરી હોવાની વાત પણ એક ટ્રેડરે કરી હતી.

ગોંડલમાં મગફળીનાં વેપાર ૨૦ હજાર ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૧૧૦૦થી ૧૧૯૦, રોહીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૧૫૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૯ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૬૭૦થી ૧૧૦૦, ૨૪ ન. રોહિણીમાં રૂ.૮૮૦થી ૧૧૦૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦થી ૧૦૮૦, જી-૨૦માં રૂ.૧૦૭૦ થી ૧૨૧૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૦૭૦ અને ૯૯ ન.માં રૂ.૧૦૬૦થી ૧૦૯૫નાં ભાવ હતાં.

જામનગરમાં ૩૨૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૧૦૫૦ થી ૧૧૦૦, જી-૩૭નાં ભાવ રૂ.૯૦૦થી ૧૦૫૦, ૬૬ નંબરમાં રૂ.૬૫૦થી ૧૧૫૦ અને રોહીણી મગફળીનાં ભાવ રૂ.૯૫૦થી ૧૦૫૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૦૦થી રૂ.૧૧૫૦ સુધીનાં ભાવ હતાં.

મહુવામાં ૮૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીનાં ભાવ મગડીમાં રૂ.૧૦૫૦ થી ૧૧૫૭ અને જી-ર૦માં રૂ.૧૦૨૪ થી ૧૨૧૩નાં ભાવ હતાં.

Leave a Comment