એરંડાના ખેડૂતોને વર્ષો પછી સારી કમાણી કરવાનો મોકો મળ્યો છે અને કપાસના ખેડૂતોની જેમ એરેડા ઉગાડતાં ખેડૂતોએ આ વર્ષે હિંમતથી સટોડિયાઓને આગળ જતાં એરંડામાં મોટી તેજી દેખાય છે આથી ખેડૂતોના ઘરમાં પડેલા એરંડા સસ્તામાં પડાવી લેવા સટોડિયાઓ હાલ મંદીનો ગભરાટ ફેલાવીને ખેડૂતોને ડરાવવા મેદાનમાં પડયા છે.
એરંડાના ભાવ હજુ પણ વધવાના પૂરપુરા ચાન્સ છે એટલે સટોડિયાઓ ખેડૂતો પાસેથી ૧૫૦૦ રૂપિયામાં એરંડા ખરીદીને તેજી કરીને ઉપરની મલાઈ ખાવા માટે મરણિયા બન્યા છે. વાયદામાં દરરોજ મંદી કરીને સટોડિયાઓ ખેડૂતોમાં ગભરાટ ફેલાવવા માગે છે.
આ સટોડિયાઓને ખેડૂતો પાસેથી રૂ.૧૪૫૦ના એરંડા પડાવીને જ્યારે એરંડાના ભાવ વધીને રૂ.૧૮૦૦ થી ૨૦૦૦ થાય ત્યારે મોટો નફો કમાવવો છે આથી બધા જ સટોડિયાઓ ભેગા મળીને વાયદામાં મંદી કરીને ખેડૂતોને લૂંટવા માગે છે.
એરંડાના ભાવ ઘટે ત્યારે ખેડૂતો વેચવાનું બંધ કરે, જેમ જેમ ભાવ વધે ત્યારે કટકે કટકે વેચે…
એરંડાનો પાક આ વર્ષે ઓછો થઇ ચૂક્યો છે અને એરંડાની સીઝનને હજુ સાડા ચાર મહિના થયા છે ત્યારે પ૫ થી ૬૦ ટકા એરંડા બજારમાં આવી ચક્યા છે. અને-નવી સીઝન આડે હજુ સાડા સાત મહિના બાકી છે ત્યારે એરંડાનો કબજો શક્તિશાળી ખેડૂતો અને મજબૂત વખારિયાઓ પાસે હોઇ આગામી દિવસોમાં એરંડાના ભાવ ઘટે તેવી કોઈ શક્યતા નથી. ચોમાસાની અસરે કદાચ બે-પાંચ દિવસ એરંડા ઘટી શકે છે પણ એનાથી વધારે ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.
જો આ સમયગાળામાં ખેડૂતો મક્કમ રહેશે તો બચી શકશે અન્યથા સટોડિયાઓ ખેડૂતોને એરંડા સસ્તામાં પડાવીને દિવાળી પછી વગર મહેનતે તગડો નફો કમાઈ લેશે.
દિવાળી સુધીમાં એરંડાના ભાવ વધીને મણના ૧૮૦૦ થી ૨૦૦૦ રૃપિયા થવાનો હોઈ સટોડિયાઓ હાલ ખેડૂતો પાસેથી ૧૫૦૦ રૂપિયામાં એરંડા પડાવીને ઊપરની ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની મલાઇ મહેનત વગર કમાઇ લેવા માગે છે આથી તેઓ હાલ સારૂ ચોમાસું અને ચીનની એરંડિયા તેલની માગ ઠંડી પડશે તેવી વાતો ફેલાવીને ખેડૂતોમાં ગભરાટ ફેલાવવા દરરોજ વાયદા ઘટાડી રહ્યા છે.
ગુજરાત- રાજસ્થાન થઇને બુધવારે ઘટીને ર૮ થી ૩૦ હજાર ગુણી એરંડાના કામકાજ થયાનું વેપારી વર્તુળો બતાવી રહ્યા હતા.
બનાસકાંઠા, પાટણ અને બાજુ ૧૫ હજાર ગુણી, કચ્છમાં પ હજાર ગુણી, સૌરાષ્ટ્રમાં ૪ હજાર ગુણી, સાબરકાંઠા, અરવલ્લી બાજુ ૧ હજાર ગુણી, દક્ષિણ ગુજરાતમાં ૧ હજાર ગુણી અને રાજસ્થાનની પ હજાર ગુણીના વેપાર મૂકાતા હતા. પીઠામાં એરંડાના ભાવ વધીને રૂ.૧૪૫૦ થી ૧૪૬૫ બોલાતા હતા.
એરંડાની આવક એપ્રિલ મહિનામાં રોજની સાવ બે લાખ ગુણી હતી જે ઘટીને તા.૧-૧૫ મે દરમિયાન રોજની સવા લાખ ગુણી અને તા.૧૫-૩૧ મે દરમિયાન રોજની ૭૦ થી ૮૦ હજાર ગુણી રહી હતી. તા.૧-૧૫ જુન દરમિયાન રોજની એરંડાની આવક ૫૦ હજાર ગુણી રહી છે જે તા.૧૫મી જૂન પછી ઘટીને ૫૦ હજાર ગુણી કરતાં પણ ઓછી થઇ ચૂકી છે.
એરંડાનો બે કરોડ ગુણીના પાકમાથી ખેડૂતોના ઘરમાં માંડ ૫૦ લાખ ગુણી જ એરંડા પડયા છે. આ એરંડા એવા શક્તિશાળી ખેડૂતોના ઘરમાં પડયા છે કે આ ખેડૂતોને પૈસાની કોઇ જરૂરત નથી અને કદાચ આવતા બે થી પાંચ વર્ષે સુધી આ એરંડા ન વેચાય તો પણ ખેડૂતોના પેટનું પાણી હાલે તેમ નથી. વખારિયાઓએ એરંડાની ખરીદી રૂ।.૧૪૦૦ થી ૧૫૦૦ના ભાવે કરી હોઇ જ્યાં સુધી એરેડાના ભાવ વધીને રૂ।.૧૭૦૦ની ઉપર નહીં જાય ત્યાં સુધી વખારિયાઓ પણ એરંડા વેચવાના નથી.
- ડુંગળીની બજારમાં નિકાસ માંગ કે સ્ટોકિસ્ટોની માંગ પર ડુંગળીના ભાવ નો આધાર
- તલની નિકાસની લેવાલી સારી હોવાથી તલના ભાવમાં નોન સ્ટોપ તેજી
- ખરીફ વાવેતર માટે મગફળીમાં બિયારણની વધતી માંગથી મગફળીના ભાવમાં ચમકારો
- ગુજરાતમાં ચણાની આવકોમાં ઘટાડો થતા, ચણાના ભાવમાં સ્થિરતા
જે ખેડૂતોએ એરંડા ઉગાડયા છે તેઓ વાયદામાં ગમે તેટલા ભાવ તૂટે અને કદાચ કોઇ એરંડા ન ખરીદે તો પણ ગભરાયા વગર એરંડા સાચવી રાખે. આજે નહીં તો કાલે એરંડાના ભાવ વધીને મણના ૧૮૦૦ થી ૨૦૦૦ રૂપિયા થવાના છે ત્યારે તગડો નફો મેળવીને એરંડા વેચે.