સીંગતેલમાં માંગ હોવાથી પિલાણ મિલોની લેવાલી સારી હોવાથી મગફળીના ભાવમાં સુધારો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

સીંગતેલની બજારમાં સુધારાની અસર મગફળીની બજારમાં પણ આવી છે અને મણે રૂ.૧૦નો સુધારો થયો હતો. મગફળીની આવકો તમામ સેન્ટરમાં ઘટવા લાગી છે, જેને પગલે સરેરાશ બજારો વધ્યાં હતાં.

ઉત્તર ગુજરાતમાં સાબારકાંઠા વિસ્તારમાં મહારાષ્ટ્રની લેવાલી ઘટી હોવાથી ત્યાં બજારો આજે થોડા ડાઉન હતાં, જોકે આ વિસ્તારમાં પહેલાથી ભાવ ઊંચા બોલાય રહ્યાં છે અને ત્યાં આવકો પણ સારી થાય છે, જેમાં હવે માંગ ઘટતા ઘટાડો આવ્યો છે.

મગફળીનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે સીંગતેલમાં માંગ હોવાથી પિલાણ મિલોની મગફળીમાં ઊંચા ભાવથી લેવાલી જોવા મળી રહી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે.

આગામી દિવસોમાં સાઉથમાં મગફળીની આવકો બહુ વધશે ત્યારે બજારોને થોડી અસર થઈ શકે છે. મહારાષ્ટ્રનાં બાયરો હવે ગુજરાતની તુલનાએ કર્ણાટકની મગફળી ખરીદી તરફ પણ વળ્યાં છે.

ગોંડલમાં ૧૩ હજાર ગુણીની આવક હતી અને ૧૮ થી ૨૦ હજાર ગુણીનાં વેપાર હતાં. યાર્ડમાં હજી પાંચેક હજાર ગુણી પેન્ડિંગ પડી છે. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૭૦નાં હતા. જ્યારે ૩૯ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૧રપના ભાવ હતાં. ૩૭ નંબરમાં રૂ.૬૫૦ થી ૧૧૫૦ અને ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦ સુધીનાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૪ હજાર ગુણીની આવક હતી અને ૧૩૦૦૦ ગુણીનાં વેપાર હતાં. ભાવ રોહીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૧૩૫, ર૪ નંબરમાં રૂ.૧૦૩૦ થી ૧૧૦૦, ૩૭ નં.માં રૂ.૬૭૦ થી ૧૦૪૦, ૩૯ નં.માં રૂ.૯૭૦ થી ૧૦૪૦, જી-૨૦માં રૂ.૯૭૦થી ૧૧૩૦, બીટી ૩રમાં રૂ.૯૮૦થી ૧૧૦૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં રૂ.૯૮૦થી ૧૦૩૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં ૬ થી ૭ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૨૫ થી ૧૩૫૦૦નાં ભાવ હતાં.

ડીસામાં ૧૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦ થી ૧૨૫૧નાં ભાવ હતાં.

Leave a Comment