ગુજરાતમાં ઘઉંની આવક ઘટતા અને નિકાસ માંગ સારી હોવાથી ઘઉંના ભાવ સુધારાની સંભાવનાં

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હવે ઘઉંની બજારમાં આવકો ઘટવા લાગી છે. ખાસ કરી ગુજરાતનાં તમામ સેન્ટરોમાં આવકો હવે ધીમી ગતિએ ઘટવા લાગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો હવે પીક આવકોની સિઝન પણ પૂરી થઈ ગઈ છે.

ગુજરાત બહારની વાત કરીએ તો મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આવકો હજી સારી માત્રામાં થાય છે અને પંદરેક દિવસ આવકો પીક ઉપર રહે તેવી ધારણાં છે. રાજસ્થાનમાં તો સિઝન મોડી શરૂ થતી હોય છે, પરિણામે આવકો હવે સારી આવી રહી છે. સરેરાશ ઘઉંની આવકો ગુજરાતમાં હવે ઘટશે, જેની સામે અત્યારે નિકાસ માંગ સારી છે.

વિશ્વનાં સૌથી મોટા ઘઉનાં આયાતકાર દેશ એવા ઈજિપ્ત કે જે અત્યાર સુધી રશિયા અને યૂક્રેનથી જ ઘઉંની આયાત કરતું હતં તેને પણ તાજેતરમાં ૧૦થી ૧૫ એપ્રિલ ભારતની મુલાકાત લઈને ભારતીય ઘઉંની આયાતને લીલીઝંડી આપી છે. એકલું ઈજિપ્ત જ ભારતમાંથી ૧૦થી લઈને ૩૦ લાખ ટન જેટલી ઘઉંની આયાત ચાલુ વર્ષે કરે તેવી ધારણાં છે.

ઘઉંમાં જંગી નિકાસ વેપારો અને સામે આવકો ઓછી હોવાથી ભાવમાં સરેરાશ મણે રૂ.૧૦થી ૨૦નો સુધાલો આગામી દિવસોમાં થઈશકે છે. ઘઉંનાં ભાવ અત્યારે મિલબરનાં રૂ.૪૩૦થી ૪૫૦ વચ્ચે ચાલી રહ્યાં છે.

સારી ક્વોલિટીનાં ઘઉં રૂ.૪૭૦થી ૫૫૦ અને સુપરમાં રૂ.૬૦૦ આસપાસનાં ભાવ બોલાય રહ્યાં છે. આગામી દિવસોમાં ઘઉંની બજારમાં સરેરાશ નિકાસ વેપારો ચાલુ રહેશે તો ભાવ સુધરતા રહેશે. એક વાર ઘઉંની સિઝન પૂરી થઈ ગઈ પછી માંગ કેવી રહે છે તેનાં ઉપર જ બજારનો આધાર રહેલો છે.

જૂન મહિનાના અંત સુધીમાં નિકાસ કરવાની શરતે ભારતીય નિકાસકારોએ કુલ ૩૦થી ૪૦ લાખ ટનનાં વેપારો પણ કરી લીધા છે, પરિણામે નિકાસ વેપારો ચાલુ જ રહેવાનાં છે. કેન્દ્રસરકારની દર મહિને ૧૦ લાખ ટન ઉપર ઘઉંની નિકાસ કરવાનો લક્ષ્યાંક છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment