મગફળીની બજારમાં ભાવ ઊંચી સપાટી પર ટકેલા રહ્યાં હતાં. સોમવારે બજારમાં મણે રૂ.૨૦થી રપનો સુધારો આવ્યો હોવાથી આજે ભાવ ટકેલા રહ્યાં હતાં, જોકે વેચવાલીમાં ઘટાડો થયો હતો. બીજી તરફ સીંગતેલના ભાવ પણ નરમ હોવાથી મગફળીની બજારો ફરી ઘટે તેવી પણ સંભાવનાં નકારી શકાય તેમ નથી.
મગફળીનાં એક અગ્રણી બ્રોકર જણાવ્યું હતું કે સીંગખોળનાં ભાવ ઘટીને રૂ.૩૬,૦૦૦ની નીચી સપાટી પર પહોંચી ગયાં છે અને મગફળીની બજારમાં ઊંચા ભાવથી લેવાલી નથી. જો આગામી દિવસોમાં સીંગતેલનાં ભાવ પણ ઘટશે તો બજારમાં ફરી ઘટાડો થઈ શકે છે.
સીંગદાણાના કારખાનાઓ અત્યારે માત્ર ૧૦ ટકા જ ચાલુ છે, પરિણામે માંગ મર્યાદીત જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ઉનાળુ મગફળીની આવકો નજીકમાં છે, પરિણામે ઉપરમાં બહુ તેજી હવે દેખાતી નથી.
ગોંડલમાં ૨પ હજાર ગુણીની આવક હતી અને ૨૪ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. યાર્ડમાં દશેક હજાર ગુણી પેન્ડિંગ પડી છે. ભાવ જી-૨૦માં રૂ.૧૨૦૦થી ૧૩૭૦, ૩૭ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૨૫૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૦૦ અને ૨૪ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૨૫૦નાં ભાવ હતાં.
રાજકોટમાં ૨પ હજાર ગુણીની પેર્ન્ડિંગ હતી અને તેમાંથી ૧૩ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ ર૨૪ નંબર, રોહીણી અને ૩૭માં રૂ.૧૧૩૦થી ૧૨૪૦નાં હતાં. જ્યારે ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૨૪૦, જી-૨૦માં રૂ.૧૨૦૦થી ૧૩૩૫, બીટી ૩૨ અને કાદરીમાં રૂ.૧૧૫૦થી ૧૨૯૦નાં ભાવ હતાં.
સીંગદાણાની બજારમાં સરેરાશ ભાવમ મજબૂત હતા. સીંગદાણાનાં કારખાનાઓ અત્યારે ૧૦ ટકા જેવા જ ચાલુ હોવાથી ઉત્પાદન મર્યાદીત છે, જોકે સામે લેવાલી પણ ઓછી છે.
- ઘઉંની આવક ઘટતા અને નિકાસ માંગ સારી હોવાથી ઘઉંના ભાવ સુધારાની સંભાવનાં
- રશિયા અને યુક્રેન યુદ્ધથી બધી ખેતપેદાશોના ભાવ ટેકાના ભાવથી વધુ
- જીનોની સારા કપાસની માંગ વધતા ગામડે બેઠા કપાસના ભાવમાં ઉછાળો
- ગુજરાતમાં ચણાની આવકોમાં ઘટાડો થતા, ચણાના ભાવમાં સ્થિરતા
સીંગદાણાનાં ભાવ કોમર્શિયલમાં ફરી વધીને રૂ.૯૫,૦૦૦ની સાપટી પર પહોંચ્યાં હતાં. આગામી દિવસોમાં સીંગદાણામાં ભાવ વધતા અટકી શકે તેવી સંભાવનાં છે.