Ambalal patel agahi today (અંબાલાલ પટેલની આગાહી આજની): હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે. દિવાળી પહેલાં શિયાળો બેસવાને બદલે ફરીથી ચોમાસાની ઋતુ જોવા મળશે. તારીખ 24 ઓક્ટોબર સુધી બંગાળની ખાડીની મધ્યમાં નવા વાવાઝોડાની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ન જવાની સૂચના આપી છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, તારીખ 23 અને 24 ઓક્ટોબરે ગુજરાતમાં ભારે વરસાદ પડી છે. તેમજ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના પણ છે. આ વખતે વરસાદ ગુજરાતીઓની દિવાળી બગાડી શકે છે. 22 ઓક્ટોબરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા જોવા મળી રહી છે.
નવેમ્બરમાં ફરીથી વરસાદની સંભાવના
અંબાલાલ પટેલે કહ્યું કે, તારીખ 7 થી 14 નવેમ્બરે પણ પાછોતરો વરસાદ થવાની સંભાવના છે. આમ જોવા જઈએ તો માર્ચ મહિના સુધી ગુજરાતમાં પાછોતરા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળશે.
કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય: બંગાળની ખાડીની મધ્યમાં નવા વાવાઝોડાની સંભાવના: તારીખ 7 થી 14 નવેમ્બરે પણ પાછોતરો વરસાદ થવાની સંભાવના…
23 અને 24 ઓક્ટોબરે વરસાદની આગાહી
આજે અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. 23 અને 24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 22 ઓક્ટોબરથી બંગાળના ઉપસગારમાં ચક્રવાત આવવાની શક્યતા છે. મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી મોસમી ગતિવિધિ બની રહી છે. જેના કારણે તમિલનાડુના દરીયાકાંઠાથી લઈને આંધ્રપ્રદેશ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે.
IMDની આગાહી: બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર
IMD એ કહ્યું કે 21 ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનવાની સંભાવના છે. જેના કારણે 24 થી 25 ઓક્ટોબર દરમિયાન દ્વીપકલ્પના ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન બન્યું છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે. તે પછી, લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે અને 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય મધ્યમ વરસાદની સંભાવના
સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 22 થી 25 ઓક્ટોબર સુધી શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના છે. 20 ઓક્ટોબરે કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છ, ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે.
બંગાળની ખાડીમાં મૌસમની સિસ્ટમમાં ફેરફાર
23 તારીખે સિસ્ટમ વધુ મજબૂત બનીને એક બંગાળની ખાડીની મધ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે. 24 તારીખે જ્યારે ઓડિશા અને પશ્ચિમ બંગાળ દરિયાકાંઠાની આસપાસ જ્યારે આ સિસ્ટમ કેન્દ્રીય ભૂત થશે ત્યારે પવનની ગતિ વધીને 100-120 થશે જે એક અતિ ભારે સાયક્લોનિક સ્ટોર્મ દરમિયાનની પવનની ગતિ હોય છે.
આજથી મધ્ય બંગાળની ખાડીમાં તેની અસર જોવા મળશે. ધીરે-ધીરે તેની સ્થિતિ વધારે ગંભીર બનશે અને 25 તારીખ સુધી તે યથાવત રહેશે. માટે માછીમારોને 25 તારીખ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે.