Monsoon weather forecast: ગુજરાત રાજયમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી થઈ છેં. આજ દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં તો સાંજે નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. ગુજરાતના અનક જિલ્લાઓમાં ગાજવીજ સાથ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય બન્યું છે.
૧૬, ૧૭ અને ૧૮ જૂન વરસાદની આગાહી
૧૬ જૂન ગાંધીનગર, અરવર્લ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવલી, સુરન્દ્રનગર,બોટાદમાં અને ૧૭ જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવલી, ભાવનગરમાં ૧૮ જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવલી, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી થઈ છે.
૧૯ અને ર૦ જૂન વરસાદની આગાહી
૧૯ જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, કચ્છમાં અને ર૦ જુને નર્મદા,સુરત, ડાંગ, નવસારી,વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવલી,પસુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ કચ્છમાં હળવા મધ્યમ વરસાદની આગાહી થઈ છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
દેશમાં ચોમાસાનું આગમન તો થયું પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેનું કારણ છે મોન્સૂન બ્રેક દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ તો ગયું પરંતુ હવે તે ધીમુ પડી ગયું છે.
ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદનું આગમન
પહેલા અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજયમાં ચોમાસું વરસાદ પડી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજયમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડયું છે. જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ છુટો છવાયો વરસાદ આવતા બકારાનું પ્રમાણ વધ્યું છે.
આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી
આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજયમાં ચોમાસુ પ્રવેશ્યું પણ નબળું પડ્યું છે. તેથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકં છે. આજે પણ મધ્યઅન દંક્ષેણ ગુજરાતના જિલ્લાઓમાં થન્ડર સ્ટોર્મ ઉપરાંત છુટાછવાયા હંળવા વરસાદની આગાહી છે.
વરસાદની આગાહી માટે હવામાન વિભાગની સૂચના
આગામી કેટલાક દિવસ તાપમાનમાં મોટો ફેરફારની કોઈ સંભાવનાનથી. આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદ અને થન્ડરસ્ટોર્મની આગાહી છે. તાપમાન મામલે હાલ કોઈ મોટા ફેરફારની સંભાવના નથી.
અત્યારે ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કં, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. નવસારી સુધી ચોમાસાનો પ્રવેશ થયો છે. એવું મનાય છે કે આગામી ૨૧-૨૨ જૂન પછી ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસાનો વરસાદ આવી શકે છે.