Gujarat Monsoon: દેશમાં જ્યોતિષવિદ્યા, ખગોળવિદ્યા, વનસ્પતિનાં લક્ષણો, પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ, અખાત્રીજના દિવસે પવનની દિશા, હોળીની જાળ જેવી પ્રાચીન માન્યતાઓ અતે પરંપરાગત રીતથી સૌરાષ્ટ્રના આગાહીકારોએ એવી આગાહી કરી છે કે સૌરાષ્ટ્માં ચોમાસુ ૧૨થી ૧૪ આની રહેશે એટલે કે આ વખતે ચોમાસું સારું રહેશે.
ચોમાસું સારું રહેવાનું અનુમાન
વર્ષ-વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુત્તિવસિટી દ્વારા જુનાગઢમાં વર્ષા-વિજ્ઞાન પારેસંવાદ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત ૫૦ જેટલા આગાહીકારોએ પરંપરાગત રીતે ચોમાસાનો વરતારો રજૂ કરતાં એકંદરે ચોમાસું સારું રહેવાનું અનુમાન કર્યું હતું.
વર્ષા-વિજ્ઞાન મંડળના ઉપપ્રમુખ જ્યંતીલાલ ગું દાણિયાએ કહ્યું હતું ક “સૌરાષ્ટ્રમાં રહેતા આગાહીકારોની બેઠકમાં ચોમાસું એકંદર સારું રહેવાનું અનુમાન કર્યું છે અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ ૧ રથી ૧૪ આની રહે એવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 8 થી 14 જૂન દરમિયાન ચોમાસું: હવામાન નિષ્ણાત
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જશે. કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યાર બાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે. ત્યારે ગુજરાતમાં 8 થી 14 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થવાની શક્યતા છે, જ્યારે સામાન્ય રીતે તે 15 જૂન પછી આવે છે.
વરસાદની આગાહી માટેની પરંપરાગત પદ્ધતિઓ
આગાહીકારો જુદી-જુદ પ્રાચીન માન્યતાઓ અતે પરંપરા, જ્યોતિષવિધા, ખગોળવિદ્યા, લોકવાયકા, વનસ્પતિનાં લક્ષણો, પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ, પંચાંગનાં માધ્યમ, શિયાળા-ઉનાળાનું તાપમાન, અખાત્રીજના દિવસે પવનની દિશા, હોળીની જાળ જેવી પદ્ધતિઓ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવે છે અને એના આધારે એવું કહી શકાય કે આ વખતે સૌરાષ્ટ્રમાં વરસાદ સારો રહેશે.
ચોમાસા દરમિયાન સામાન્યથી વધુ વરસાદની આગાહી: IMD
હવામાન વિભાગે ચોમાસાને લઈને નવીનતમ અપડેટ આપી છે. આ હિસાબે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સમગ્ર દેશમાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. તે જ સમયે, મધ્ય ભારતથી દક્ષિણ દ્વીપકલ્પ ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે.
કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ: IMD
આ ઉપરાંત, ઉત્તરપશ્ચિમ ભારતના ઉત્તરીય ભાગના ઘણા વિસ્તારો, પૂર્વોત્તર ભારતનો પૂર્વ ભાગ અને મધ્ય ભારત અને પૂર્વ ભારતના સંલગ્ન વિસ્તારોમાં સામાન્ય અને સામાન્યથી નીચે વરસાદ રહેવાની અપેક્ષા છે. આ સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે.
આગામી 5 દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા: IMD
ગરમીની લહેરથી રાહત મળે તેવી શક્યતા છે કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી 5 દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. આ એક સ્વાગતાર્હ સમાચાર છે કારણ કે દેશના ઘણા ભાગો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે.
દેશભરમાં સારા વરસાદની આગાહી
IMD અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂનના રોજ કેરળ પહોંચવાની સંભાવના છે, જે સામાન્ય તારીખ કરતાં થોડું મોડું છે. જો કે, ચોમાસાની શરૂઆત થયા પછી, દેશભરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ માહિતી માટે IMDના પૂર્વઆનુમાનો પર નજર રાખવાનું ભલામણ કરવામાં આવે છે.
આ વર્ષે સામાન્યથી વધુ વરસાદની આગાહી: IMD
દેશમાં પડી રહેલી કાળઝાળ ગરમીનીવચ્ચે મોન્સુતને લઈને સારા સમાચાર છે. હવામાત વિભાગ અનુસાર આવર્ષે સરેરાશથી વધુ વરસાદ પડશે. દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ૧૦૬ ટકરાવરસાદ વરસવાની સંભાવના છે. દેશમાં સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી સામાન્યથી વધુ મોન્સુન રહેવાની સંભાવના છે. જૂનથી ઓગસ્ટ, ૨૦૨૪માં લા નિનાની સ્થિતિ વિકસિત થવાની શક્યતા છે. જેને પગલે ઉત્તર પશ્ષિમી ભારતમાં ૩૦ મે પછી ગરમી ઓછી થવાની સંભાવના છે.
આગામી ત્રણ મહિનામાં ભારે વરસાદની આગાહી: IMD
હવામાન વિભાગે પત્રકાર પરિષદ કરીને જણાવયું હંતું કે આગામી ત્રણ મહિતા એટલે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. અલ નિનો હાલ ખતમ થઈ રહ્યું છે. હવે લા-નિનાવિકસિત થઈ શકે છે અને એજૂનથી ઓગસ્ટમાં વિકસિત થઈ શકે છે. આગામી ત્રણ-ચાર દિવસમાં કેરળ પહોંચવાની સંભાવના છે. શોન્સુત દિલ્હી ૨૯ જૂને પહોંચવાની અપેક્ષા છે , જયારે રાજસ્થાનમાં એ સાત જુલાઈએ મોન્સુન પહોંચવાની વકી છે.
પૂર્વ તટ કરતાં પશ્ચિમ તટ પર વધુ વાવાઝોડા કેમ આવે છે?
પૂર્વ તટ પર બંગાળની ખાડીની તુલને પશ્ચિમ તટ પર સ્થિત અરબ સાગર વધુ ઠંડો રહે છે, એટલે ત્યાં વધુ વાવાઝોડા પણ આવે છે. સમુદ્રમાં પાણી ઠંડા હોવાને કારણે લા નિનાનો સ્થિતિ બને છે અને મોન્સુનના મહિનાઓમાં તેજ અને અને ભારે વરસાદ થાય છે- આ વખતે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આંદામાન નિકોબાર દ્વીપમાં મોન્સુનનું આગમન થઈ ચૂક્યું છે. ત્યાર બાદ કેરળ પહેલી જૂનની આસપાસ પહોંચશે.