એરંડાના ખેડૂતો હવે માત્ર બે મહિના ધીરજ રાખે અને વેચવાની ઉતાવળ ન કરે તો ખેડૂતોને એરંડાના ભાવ રૂ.૯૫૦ થી ૧૧૦૦ સુધી મળી શકે તેમ છે.
ચીનમાં જે રીતે દિવેલની નિકાસના કામ થયા છે તે જોતાં મિલોને રોજના ૫૦ હજાર ગુણી એરંડા તો ઓછામાં ઓછા જોઈએ છે.
એરંડા માં હવે બે અઠવાડિયા વેચવાની ઉતાવળ ન કરો, તો સારા ભાવ મળશે જ
એરંડાનો જે પણ સ્ટોક બચ્યો છે તે ખેડૂતો પાસે જ છે. વેપારીઓ,ગોડાઉન માલિકો કે સટોડિયા પાસે એરંડાનો કોઇ મોટો સ્ટોક નથી. જો ખેડૂતો બે અઠવાડિયા એરંડા વેચવાનું સાવ બંધ કરી દે તો તા.૧૫મી જાન્યુઆરી પછી એરંડાના ભાવ વધીને રૂ।.૯૦૦ થી ૯૫૦, રૂ।.૧૦૦૦ કે રૂ.૧૧૦૦ પણ થઇ શકે છે.
એરંડાના સારા ભાવ મેળવવાની ચાવી ખેડૂતો પાસે છે. ખેડૂતો મક્કમ રહે અને બધા નક્કી કરીને તા.૧૫મી જાન્યુઆરી સુધી બજારમાં કોઇ એરંડા વેચે નહીં તો મિલોને વખારિયાઓ કે વેપારીઓ પાસેથી એરંડા કોઇ કાળે મળી શકે તેમ નથી.
ગત્ત વર્ષે સટોડિયાઓએ ભેગા મળીને એરડાના ખેડૂતોને ખોટના ખાડામાં ઉતારી નાખ્યા હતા પણ આ વર્ષે સટોડિયાઓ ગમે તેવા ધમપછાડા કરે તેવું થઇ શકે તેમ નથી.
decmber-2019 apmc price