કપાસિયા અને ખોળના ભાવ ઊચકાતાં કપાસના ભાવમાં આવ્યો વધારો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

દેશમાં રૂની આવક વધતી અટકી ગઈ છે. બુધવારે દેશમાં રૂની આવક ફરી એક વખત એક લાખ ગાંસડીથી ઓછી ૯૪ થી ૯૭ હજાર ગાંસડી એટલે કે ર૩ લાખ મણ આસપાસ રહી હતી. કપાસના ભાવ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં મણે રૂ.૫ થી ૧૦ વધીને રૂ।.૧૧૮૦ થી ૧૨૩૦ સુધી બોલાતા હતા.

મહારાષ્ટ્ર અને તેલંગાનામાં સારી કવોલીટીના કપાસના ભાવ રૂ.૧૨૧૫ થી ૧૨૨૦ સુધી બોલાતા હતા. દેશમાં રૂનું ઉત્પાદન ૧૧ રાજ્યોમાં થાય છે પણ હાલ ૭૦ ટકા રૂની આવક માત્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ થઇ રહી છે.

મહારાષ્ટ્રમાં કપાસની આવક ઘટી રહી હોઇ હાલ ગામડે બેઠા રૂ।.૧૨૦૦ના ભાવ બોલાઇ રહ્યા છે. કર્ણાટકમાં કપાસના ભાવ વધીને રૂ।.૧૨૪૦ થી ૧૩૦૦ સુધી બોલાઇ રહ્યા છે.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ત્રણ લાખ મણની હતી. દેશાવરમાં કપાસની આવક ઘટી રહી હોઇ કડીમાં હવે આંધ્ર-કર્ણાટકની આવક માત્ર નામ પુરતી જ રહે છે. કડીમાં બુધવારે મહારાષ્ટ્રની ૧૦૦ ગાડી , આંધ્રની ૮-૧૦ ગાડી અને કર્ણાટકની ૭-૮ ગાડી અને કાઠિયાવાડની ૨૦૦ ગાડીની આવક હતી.

કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૧૫૦ થી ૧૨૩૦, આંધ્રના રૂ।.૧૧૭૦ થી ૧૨૩૫, કર્ણાટકના રૂ।.૧૧૪૦ થી ૧૨૫૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૨૧૦ ભાવ બોલાતા હતા. સોમવારે કડીમાં કપાસના ભાવ ટકેલા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં બુધવારે આવક વધીને ૧.૨૫ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૫૦ થી ૧૦૭૦ અને ઊંચામાં રૂ.૧૨૪૦ થી ૧૨૬૫ બોલાયા હતા.

સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ રૂ.૧૦ થી ૧૫ સુધર્યા હતા પણ નબળા અને મધ્યમ ક્વોલીટીના રૂના ભાવ રૂ.૫ સુધર્યા હતા. જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૨ર૫ થી ૧૨૫૦ બોલાતા હતા.

એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૨૦૦ થી ૧૨૦૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૮૦ થી ૧૧૮૫ અને એકદમ એવરેજ ક્વોલીટીના રૂ।.૧૧૬૦ થી ૧૧૭૫ ભાવ બોલાયા હતા. સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા કપાસના ભાવ રૂ.૧૨૧૦ થી ૧૨૧૫ હતા.

Leave a Comment