કાપડમિલો અને જીનર્સોની વચ્ચે રૂની અંગે ડખ્ખો થતાં છેલ્લા પાંચ દિવસથી રૂના વેપાર સાવ બંધ થઇ ચૂક્યા છે જેને કારણે જીનો દ્વારા કપાસની ખરીદી અટકી જતાં કપાસના ભાવ મણે રૂ।.૫પ થી ૧૦ ઘટયા હતા.
દેશમાં રૂની આવક શુક્રવારે ઘટીને ૭૫ થી ૭૯ હજાર ગાંસડી એટલે કે ૧૮ થી ૧૯ લાખ મણ કપાસની આવક થઈ હતી. ઉત્તર ભારતમાં પોણા ત્રણ લાખ મણ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પોણા ત્રણ લાખ મણની આવક ગણતાં કુલ સાડા પાંચ લાખ મણ કપાસની આવક સેન્ટ્રલ ભારતના ત્રણ રાજ્યો દ્વારા થઇ રહી છે.
ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં હાલ ૧૩ લાખ મણ કપાસની આવક થઇ રહી છે. આજે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના ભાવ માં મણે રૂ।.૧૦ થી ૧૫નો વધુ તેજી જોવા મળી હતી. કર્ણાટકમાં કપાસના ભાવ રૂ।.૧૩૨૦ થી ૧૩૪૫ બોલાયા હતા.
દેશના મોટાભાગના વિસ્તારમાં હવે સારી કવોલીટીના કપાસના ભાવ રૂ.૧૩૦૦ આસપાસ બોલાવા લાગ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવે છ-છ લાખ મણ જ કપાસની આવક થઇ રહી છે જે બતાવે છે કે માર્ચના આરંભે કદાચ દેશમાં રોજિંદી ૫૦ હજાર ગાંસડી રૂની આવક એટલે કે ૧૨ લાખ મણ કપાસની આવક જ જોવા મળશે.
ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ઘટીને બે લાખ મણની હતી. કડીમાં હવે આંધ્ર-કર્ણાટકની આવક નામપૂરતી જ આવે છે. મહારાષ્ટ્રના કપાસની આવક પણ ઝડપથી ઘટી રહી છે. હાલ કડીમાં કાઠિયાવાડના કપાસની આવક સૌથી વધુ છે કારણ કે મેઇન લાઈનનો કપાસ પણ પૂરો થઇ ચૂક્યો છે.
કડીમાં ગુરૂવારે મહારાષ્ટ્રની ૧૦૦ ગાડી , આંધ્રની ૪-૫ ગાડી અને કર્ણાટકની ૫-૬ ગાડી અને કાઠિયાવાડની ૧૭૫ ગાડીની આવક હતી. કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ।.૧૨૦૦થી ૧૨૩૫, આંધ્રના રૂ.૧૨૦૦ થી ૧૨૪૦, કર્ણાટકના રૂ।.૧૨૦૦ થી ૧૨૫૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ।.૧૧૪૦ થી ૧૨૦૦ ભાવ બોલાતા હતા. શુક્રવારે કડીમાં કપાસના ભાવ રૂ।.૫ ઘટયા હતા.
સૌરાષ્ટ્રના માર્કટયાર્ડોમાં શુક્રવારે આવક ૧.૩૦ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૩૦ થી ૧૦૪૭૦ અને ઊંચામાં રૂ.૧૨૫૦ થી ૧૨૫૫ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી ક્વોલીટીના કપાસના ભાવ રૂ.૫ ઘટયા હતા પણ નબળા અને મધ્યમ ક્વોલીટીના કપાસના ભાવ રૂ।.૧૦ ઘટયા હતા.
જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૨૫૦ થી ૧૨૬૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૨રપ થી ૧૨૪૦, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૯૦ થી ૧૨૦૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૧૪૬૫ થી ૧૧૭૫ ભાવ બોલાયા હતા.
સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા રૂના ભાવ રૂ.૧૨૧૫ થી ૧૨૨૦ હતા, ગામડે બેઠા કપાસના ભાવમાં રૂ।.૧૦ થી ૧૫નો ઘટાડો થયો હતો.
રૂની કવોલીટી અંગે જીનર્સો અને મિલો વચ્ચે મડાગાંઠ સર્જાતા છેલ્લા પાંચ દિવસથી રૂના વેપાર સાવ ઠપ્પ થયા હોઈ જીનોની કપાસ ખરીદી ઘટતાં ભાવ ઘટયા હતા.