ગુજરાતમાં એરંડાનાં ભાવ જુલાઈ સુધીમાં મહાકાય વધારો થવાનો પુરેપુરો અંદાજ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now


છેલ્લા ત્રણ મહિનામાં દેશમાં એરંડાનાં ભાવ ૧૧ ટકા જેટલા વધી ગયા છે અને જુલાઈ સુધીમાં બીજા ૧૦ ટકા વધવાનો અંદાજ બજાર સાથે સંકળાયેલા ટ્રેડરો અને એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યાં છે.

ટ્રેડરોનાં મતે ગુજરાતમાં એરંડાનાં ભાવ સરેરાશ ૨૦ કિલોનાં રૂ.૯૦૦ થી ૧૦૦૦ ચાલે છે, જે વધીને રૂ.૧૦૦ સુધી પહોંચવાની સંભાવના છે. આમ સરેરાશ મણે રૂ.૧૦૦નો સુધારો આવી શકે છે.

એક અગ્રણી ટ્રેડર જણાવ્યું હતું કે ક્રશિંગ મિલો પાસે હવે બહુ જ ઓછો સ્ટોક પડ્યો છે અને દિવેલની નિકાસ માંગ સારી હોવાથી ભાવમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.


ગુજરાતમાં એરંડાનું વાવેતર જુલાઈ-ઓગસ્ટમાં ચાલુ થાય એ દરમિયાન એરંડાનાં ભાવમાં તેજી આવે તેવી સંભાવનાં છે. વળી બીજા તેલીબિયાં પાકોની તુલનાએ એરંડાનાં માર્કેટ ભાવ ઓછા વધ્યાં છે. છેલ્લા એક વર્ષમાં એરંડાનાં ભાવ ૩૦ ટકા વધ્યાં છે, જ્યારે સોયાતેલ અને પામતેલનાં ભાવ ૫૦ ટકા ઉપર વધી ગયાં છે.

દેશમાંથી એપ્રિલ મહિનામાં દિવેલાની કુલ નિકાસ ગત વર્ષની તુલનાએ ૩૮ ટકા વધીને ૫૭,૨૨૬ ટનની થઈ હતી. વિતેલા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ નિકાસ ૧૮.૭ટકા વધીને ૬.૫૦ લાખ ટનની થઈ હતી. ચીનની સારી માંગને કારણે નિકાસ માંગ વધી છે.


સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા નાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે ચીનની દિવેલની ખૂબ જ સારી માંગ હોવાથી નિકાસમાં ચાલુ વર્ષે વધારો જોવા મળ્યો છે. ચીન ઉપરાંત જાપાન, અમેરિકા અને યુરોપિયન યુનિયનની પણ માંગ સારી હોવાથી નિકાસ કુલ વધી છે.

Leave a Comment