મગફળીની આવકોમા સતત વધારો થઈ રહ્યો છે, પંરતુ ભાવમાં બે તરફી વધઘટ જોવા મળી રહી છે. હાલ ક્વોલિટી મુજબ મગફળીની બજારોમાં અપડાઉન જોવા મળી રહી છે. મગફળીનાં ભાવ આગામી દિવસોમાં આવકો કેવી રહે છે તેનાં ઉપર વધારે આધાર રાખે છે. સીંગતેલની બજારો ઘટી રહી છે અને ખોળનાં ભાવ પણ નીચા આવી રહ્યાં છે.
peanut commodity market is up-down of groundnut price due to increase in new groundnut income agriculture in Gujarat |
રાજકોટ માર્કેટયાર્ડ બજાર ભાવ
રાજકોટમાં મગફળીની કુલ ૩ હજાર ગુણીની આવક હતી, જેમાં નવી બે હજાર ગુણી આવી હતી. જૂની મગફળીમાં ર૪ નંબરમાં રૂ.૧૧૮૦ થી ૧૨૭૦ અને જી-ર૦માં રૂ.૧૨૫૦ થી ૧૩૭૦નાં ભાવ હતાં. જ્યારે નવી મગફળીમાં ર૪ નંબરમાં રૂ.૭૫૦ થી ૧૦૦૫ અને ૩૭ નંબરમાં રૂ.૭૨૦ થી ૭૭૦નાં ભાવ હતાં. હજી હવા વધારે આવતી હોવાથી ભાવ નીચા બોલાય રહ્યાં છે.
નવી મગફળીમાં સારી ક્વોલિટીમાં ગુજરાતની બજારો સરેરાશ સુધરી: રાજકોટમાં બે હજાર ગુણીની આવક…
ગોંડલ મગફળી ના ભાવ
ગોંડલમાં ૧૫૦૦ થી ૧૭૦૦ ગુણીની આવક હતી, જેમાં એક હજાર ગુણી નવી મગફળીની આવક હતી. નવી મગફળીમાં ભાવ રૂ.૭૫૦થી ૧૨૦૦ સુધીનાં હતા. જ્યારે જૂની મગફળીમાં રૂ.૧૦૦૦થી ૧૨૫૦ સુધીનાં ભાવ હતાં. ટોપ ક્વોલિટીની મગફળીની આવકો નહોંતી.
હળવદ મગફળી ના ભાવ
હળવદમાં નવી મગફળીની કુલ 9૦૦થી ૮૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૬૫૦થી ૯૬૦નાં ભાવ હતા. ગઈકાલની તુલનાએ રૂ.૨૦થી ૪૦નો ઘટાડો હતો.
હિંમતનગર મગફળી ના ભાવ
હિંમતનગરમાં નવી મગફળીની આવક થઈ નહોંતી અમે ભાવ મગફળી જાડી ના ભાવ રૂ. 1000 થી 1127 ના ભાવ રહ્યા હતા.