ગુજરાતમાં ડુંગળીની બિયારણની માંગ વધતા ડુંગળીના ભાવમાં મજબૂતાઈ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ડુંગળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ડુંગળીમાં બહુ મોટી તેજી નથી, પંરતુ સુપર ક્વોલિટીની બિયારણ ટાઈપમાં બજારો સારા રહી શકે છે. ખેડૂતોએ હવે સારી ડુંગળી બજારમાં ઠલવીને રોકડી કરવામાં કદાચ ફાયદો થાય તેવી સંભાવનાં છે.

ગોંડલમાં ડુંગળીની રપથી ૩૦ હજાર થેલાની આવક થઈ હતી, જેમાંથી ૧ર હજાર કટ્ટાનાં વેપારો થયા હતાં. જૂની ડુંગળીમાં રૂ.૨૫૦ થી ૪૦૦ અને નવી ડુંગળીમાં રૂ.૨૫૦ થી ૪૦૦નાં ભાવ હતાં. સારી સુપર ક્વોલિટીની બિયારણવાળા રૂ.૬૦૦ થી ૭૦૦ના ભાવથી ખરીદી કરી રહ્યાં છે.

મહુવામાં લાલ ડુંગળીની ૧૩૨૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૪૫થી ૫૮૭નાં હતાં. જ્યારે સફેદમાં ૪૪૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૪૨ થી ૫૮૩નાં હતાં.

ગોંડલમાં ડુંગળીની બજારમાં બિયારણ ક્વોલિટીનાં ભાવ રૂ.૬૦૦ થી ૭૦૦ સુધી બોલાયાં….

રાજકોટમાં લાલ ડુંગળીની ૩ હજાર ક્વિન્ટલની આવક સામે ડુંગળીના ભાવ રૂ.૧૧૦ થી ૫૫૦નાં ભાવ હતાં.

ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં સરેરાશ લેવાલી સારી રહેશે તો ભાવ મજબૂત રહેશે, નહીંતર બજારો આવક વધશે તેમ પાછી પડે તેવી સંભાવના છે.

Leave a Comment