સૌરાષ્ટ્રના ગામડા બેઠા એકદમ સારી કવોલીટીવાળા અને પૂરા ઉતારાવાળા કપાસના મણના રૂ.૨૦૦૦ બોલાય છે. જીનપહોંચ સારી કવોલીટીન કપાસના વધીને રૂ.૨૦૫૦ થી ૨૦૬૦ થયા હતા પમ તેમાં ગયા સપ્તાહે રૂ.૩૦ થી ૩૫ ઘટી ગયા હતા. દેશમાં આવકનું ચિત્ર જોતાં કપાસનો પાક ઓછો થશે તે નક્કી છે પણ સાથે એ વાત છે કે જે ખેડૂતોના ખેતરમાં કપાસ ઊભો છે તે ખેડૂતને કપાસના રૂ.૨૦૦૦ ભાવ દેખાય ગયા હોઇ હવે પાણી પાઇને કપાસની વધુ સારી માવજત કરી રહ્યો છે. આ કપાસ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બજારમાં આવશે ત્યારે આવકનું દબાણ વધવાનું છે.
{tocify} $title={વિષય સૂચિ}
બીજી મહત્વની વાત એ છે કે કપાસનો પાક ઓછો છે, તેજીવાળા મેદાનમાં છે. આ બધા કારણોની તેજી કપાસમાં થઇ ચૂકી છે. કપાસના મણના રૂ.૨૦૦૦ ઓછા નથી. ખેડૂતોએ સપનામાં વિચાર્યું નહોતું કે કપાસના રૂ.૨૦૦૦ થશે.
કપાસનો પાક ઓછો છે, તેજી કરવાવાળા મેદાનમાં છે, તે બધું જ સાચુ પણ ભાવ ઘટશે તે નક્કી છે…
હવે કપાસના રૂ.૨૦૦૦થી વધવા માટે નવા કારણોની જરૂર પડશે જે બજાર પાસે હાલ નથી. ગયા સપ્તાહે કપાસ રૂ.૨૦૦૦થી બહુ વધી શકયો નથી કારણ કે જેવા ભાવ રૂ.૨૦૦૦ થતાં હતા ત્યારે જીનરોની લેવાલી અટકી જતી હતી.
અત્યારે રૂ.૨૦૦૦નો સારો કપાસ ખરીદીને જીનર રૂ બનાવે તો પડતર ખાંડીદીઠ રૂ.૭૫,૦૦૦ની પડે છે. બજારમાં રૂનો ભાવ રૂ.૭૩,૫૦૦ થી ૭૪,૦૦૦ ચાલે છે. આથી જીનરને રૂ.૨૦૦૦નો ભાવનો કપાસ ખરીદવામાં ઘરના નાખવા પડે છે. આથી પૂરા એટલે કે ૩૬ થી ૩૭ના ઉતારાવાળો બેસ્ટ કપાસ મળશે તો જ જીનર રૂ.૨૦૦૦ની ઉપર કપાસનો ભાવ આપશે.
ઓણસાલના ઘણા વિધ્રો સહન કર્યા પછી પણ સારા ભાવને લીધે આગામી ચોમાસે કપાસનું થોડુ વાવેતર વધશેઃ ખેડૂતો…
સારા ગ્રેડવાળો પણ ૩૩ થી ૩૪ ઉતારાવાળો મહારાષ્ટ્રનો કપાસ જીનબેઠા રૂ.૧૯૦૦ થી ૧૯૪૦માં મળી રહ્યો છે. આથી રૂ.૨૦૦૦ના ભાવનો કપાસ જીનર છુટથી ખરીદશે નહીં. જગત આખામાં કોરોનાના કેસોનો રાફડો ફાટયો છે.
ભારતમાં લોકડાઉન આવવાના ભણકારા વાગી રહ્યા છે જો કે કોરોનાનું નવું સ્વરૂપ ઓમાઇક્રોનમાં કોઇને ઓક્સિજન ખુટી જતું નથી કે હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી નથી આથી પહેલા જેવું લોકડાઉન આવે તેવું લાગતું નથી.
આથી રૂની માગ મોટી ઘટી જાય તેવું લાગતું નથી પણ હવે માગ એટલી વધશે પણ નહી. અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાની સ્થિતિ ખરાબ છે આથી ત્યાં થોડી માગ ઘટી પણ શકે છે.
આમ, તમામ પરિસ્થિતિ જોતાં ખેડૂતોએ રૂ.૨૦૦૦નો કપાસમાંથી ૭૦ થી ૮૦ ટકા કપાસ વેચીને હવે જે નફો મળ્યો તે ઘરભેગો કરી લેવો જોઈએ. ૨૦ થી ૩૦ ટકાથી વધારે કપાસ ઘરમાં રખાય નહીં કારણ કે રૂ।.૨૦૦૦વાળા કપાસના વધીને રૂ.૨૧૦૦ થી ૨૧૫૦ થઇ શકે તેનાથી વધવાના ચાન્સ હાલ કોઇ દેખાતા નથી.
રખેને ભાવ ઘટી જાય તો રૂ.૨૦૦૦વાળો કપાસ થાકીને રૂ.૧૬૦૦ થી ૧૭૦૦માં વેચવો પડે અને અફસોસ થાય તેવું કરાય નહીં. કપાસનો ભાવ બહુ જ સારો છે અને અહીં વેચીને પૈસા ઘરભેગા કરી લેવામાં જ શાણપણ છે.
કપાસની માર્કેટ પર અસર કરતા પરિબળો :
૧. એક તો ત્રીજી લહેરના કોરોનાએ દેશના દરવાજે દસ્તક દઇ દીધી છે. જે તે રાજ્ય સરકારો પોતાની રીતે હરકતમાં આવી ચૂકો છે. તેથી કોરોનાને કન્ટ્રોલમાં લેવા માટે લોક ડાઉનનો સમય વધવાની જાહેરાતો થઇ રહો છે. સરકારી આ બધા પગલાને લીધે કૃષિ માર્કેટો પર પણ અસર થઇ છે. કંઇ નહોં તો એના લીધે રૂમાં તેજીનું મોરલ તૂટી રહ્યું છે. આ આખા વિશ્વની સ્થિતિ છે. તેથી આગામી દિવસોમાં વેશ્વિક નિકાસ કે આયતા વેપારોને પણ અસરકર્તા રહે છે.
ર. બીજી તરફ દક્ષિણની સ્પીનીંગ મીલો સહિતની મોટી કોટન લોબી કેન્દ્ર સરકાર સામે પગ ભરાવીને બેઠો છે. વિશ્વ બજારમાં આપણા કપાસના ભાવ ઉંચી સપાટીએ પહોંચી ગયા છે . તેથી સરકારને પેલી ૯ જણસીઓના વાયદા પર પ્રતિબંધ લાધો , એ રીતે કપાસના વાયદા થોડો સમય બંધ કરવાની માંગ સાથે આયાત ડ્યુટી જે ૧૦ ટકા છે, તે ઘટાડવાની માંગણી કરી છે. ટુંકમાં કોઇપણ રીતે કપાસની માકંટને નિયંત્રણમાં લેવાની વાત છે.
જો કે સરકાર આ વર્ષમાં ચૂંટણીઓનો ઘાણવો કાઢવાની છે, તેથી દેશમાં ખેડૂતોને સીધ્ધી જ અસર કરતી ક્પાસ જેવી જણસીની માર્કેટમાં કંઇ સળી-સંચો કરવા માંગતી નથી. એટલે કદાચ કપાસ બાબતે કોઇ સરકારના પગલાની તવાઇ ન પણ આવે, તેમ છતાં ઉપર જણાવેલ બંને મુદ્દા હાલના સમયે એકદમ સંવેદનશીલ ગણાય. આ સંજોગોમાં ખેડૂતના હાથવગો કપાસ હોય, એણે સારા ભાવથી હાથ પીળા કરી લેવા જરાય અસ્થાને ન ગણાય.
કપાસની બજાર હજુ વધશે ખરી ?
૨૦૨૨ પ્રારંભના પ્રથમ સપ્તાહ દરમિયાન જામનગરના જામજોધપુર તાલુકાના સડોદર ગામના અને બોટાદના ઢસા પંથકના ખેડૂતોએ સવાલ કર્યો હતો કે હાલના ભાવે કપાસ રાખવો કે વેચી મારવો ? આગામી દિવસોમાં રૂ.૨૪૦૦ની બજાર થવાની વાતો થાય છે, તો એમાં તથ્ય કેટલું ?
છેલ્લા સપ્તાહ દરમિયાન ઉછળેલી બજારોને કારણે કોઈ પણ ખેડૂતને આ સવાલ થવો, તે સ્વાભાવીક છે. આ તકે ભાવનગરના ગારિયાધાર તાલુકાના ઠાંસા ગામના ખેડૂત અગ્રણીએ કહેલી વાત નોંધવા જેવી છે. એમણે કહ્યું હતું કે આવા ભાવે કપાસ વેચીને રાજી થવાય, નહીંતર ક્યારેક પછતાવાનો વારો પણ આવે.!