ગુજરાતમાં એરંડાની આવક ઘટતી હોવાથી એરંડાના ભાવમાં ચમકારો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

એરંડામાં તેજીની આગ લાગી ચૂકો છે. પીઠા વધીને રૂ.૧૩૫૦ થી ૧૩૫૫ બોલાવા લાગ્યા છે. ઠંડીનું જોર ઓછું થતું ન હોઇ નવા એરંડાની આવક વધતી નથી અને મિલો ખાલી થઈ ચૂકી હોઇ દરેક મિલને તેમના ચકરડા ચલાવવા ઊંચા ભાવે મજબૂરીમાં એરંડા ખરીદવા પડી રહ્યા હોઇ તેઓ પરાણે ખેડૂતોને ઊંચા ભાવ આપી રહ્યા છે.

ત્રણ માવઠા અને હજુ સવારે ઠંડીનું જોર હોઇ ખેતરમાં એરંડાની માળ સૂકાઇ ન હોઇ ખેડૂતો નવા એરંડા બજારમાં વેચવા જઇ શકતાં નથી આથી તેજીએ જોર પકડયું છે પણ હવે ગરમી પડવાની શરૂ થતાં ખેતરમાંથી એરંડા મોટેપાયે નીકળવા લાગ્યા હોઈ એકાદ અઠવાડિયામાં આવકનું જોર વધવાનું ચાલુ થશે.

એરંડાના ખેડૂતો પાસેથી સસ્તામાં એરંડા પડાવી લેવાના અનેક પેંતરાઓ હવે ખેલાવાના છે. આવા તત્વો એરંડાનો પાક બહુ મોટો થવાનો છે, આવક વધતાં એરડાના ભાવ પાણી-પાણી થઇ જશે.

આવા પ્રચાર જોરશોરથી હવે કરવાનું ચાલુ કરશે. નવી આવક વધ્યા બાદ એરડાના ભાવ પણ ઘટશે. વાયદામાં પણ સટોડિયાઓ ભેગા મળીને ભાવ દરરોજ તોડશે.

ખેડૂતોમાં મંદીનો ગભરાટ ફેલાય તેવા તમામ પ્રયાસ થશે ત્યારે જો ખેડૂત ઢોલો પડશે અને એક સાથે બધા જ એરંડા બજારમાં ઠાલવશે તો એરંડાના ભાવ જોતજોતામાં ઘટીને મણના રૂ.૮૦૦ થી ૯૦૦ થઇ જશે.

આથી ખેડૂતો જરૂર પૂરતા જ એરેડા વેચે, બહુ જ ભાવ ઘટી જાય તો એરંડા વેચવાનું બંધ કરી નાખે તો જ આગળ જતાં ખેડૂતોને એરંડાના સારા ભાવ મળશે.

Leave a Comment