હાલ એરંડાની બજાર આવક પીઠા બંધ હોઇ સાવ બંધ છે. એપ્રિલની શરૂઆતમાં નવી આવક ચાલુ થશે. ગત્ત સપ્તાહે પીઠા બંધ રહ્યા ત્યારે એરંડાની આવક વધીને ૧ લાખ ગુણી સુધી પહોંચી ચુકી હતી.
એપ્રિલમાં પીઠા ખુલશે ત્યારે આવક વધીને સવા થી દોઢ લાખ ગુણી રોજની જોવા મળશે ત્યારે એક વાત નક્કી છે એરંડાના ભાવ થોડા ઘટશે. હાલ એરંડાના બજાર ભાવ પીઠામાં મણના ૯રપ થી ૯૩૫ રૂપિયા ચાલી રહ્યા છે તે ઘટીને કદાચ ૯૦૦ રૂપિયાથી પણ વધુ ઘટી શકે છે.
આ વર્ષે એટલું નક્કી છે કે એરંડાની આવક દોઢ લાખ ગુણી થાય કે બે લાખ ગુણી જોવા મળે પણ પીઠા ૮૫૦ રૂપિયાથી વધુ ઘટશે નહીં તે નક્કી છે. જે ખેડૂતને એરંડા લાંબો સમય સાચવી રાખવાની તૈયાર ન હોઇ તે ખેડૂતોએ એપ્રિલમાં પીઠા ખૂલેશે.
એરંડામાં લાંબો સમય સાચવી રાખવાની તેયારી હોય તે જ ખેડૂતો વેચે નહીં…
ત્યારે તરત જ એરંડા વેચી નાખવા જોઇએ પણ જે ખેડૂતને ઓછામાં ઓછા ત્રણ થી ચાર મહિના એરંડા સાચવી રાખવાની તૈયાર હોય તેઓને આગળ જતાં આ વર્ષે એરંડાના ભાવ વધીને ૧૦૦૦ રૂપિયા કરતાં વધુ મળે તેવા ઉજળા સંજોગો છે.
આથી જેને પૈસાની જરૂર નથી તેવા ખેડૂતોએ એરંડા વેચવાની ઉતાવળ કરવી નહીં.