મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસ વધતા ગુજરાતમાંથી ઘઉંનાં વેપારને પહોંચી અસર

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં અમુક શહેર પુરતું લોકડાઉન પણ લાદી દેવામાં આવ્યું છે, જેની અસરે હવે ઘઉં સહિતની એગ્રી કોમોડિટીનાં વ્યાપારને પણ થવા લાગી છે.

ઉત્તર ગુજરાતનાં એક-બે વેપારીઓએ જણાવ્યું હતુ કે મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસ વધતા ગુજરાતમાંથી ઘઉંનાં વેપારને અસર પહોંચી છે અને લોડિંગ પહેલાની તુલનાએ ધીમું પડી ગયું છે. મહારાષ્ટ્ર લાઈનનાં ઘઉંનાં બજાર ભાવ હાલ રૂ.૨૦૬૦ પ્રતિ ક્વિન્ટલ બોલાય રહ્યાં છે.

આગામી દિવસોમાં જો સરકાર લોકડાઉન લાવે તો વેપારને મોટી અસર થવાનો ભય વેપારીઓને લાગી રહ્યો છે. ગત વર્ષે પણ માર્ચમાં લોકડાઉનથી વેપારીઓ પરેશાન હતા, પરિણામે આ વર્ષે પણ ફરી ચીંતા સતાવી રહી છે.

ઘઉંમાં હાલ નિકાસકારો અને સ્ટોકિસ્ટોની લેવાલીથી બજારને ટેકો મળ્યો…

ઘઉંમાં હાલ નિકાસકારો અને સ્ટોકિસ્ટોની થોડી-થોડી માંગથી બજારને ટેકો મળી રહ્યો છે. ઘઉંની આવકો પણ ઓછી હોવાથી તેની અસર પણ વર્તાઈ રહી છે.

ઘઉંની કેશોદમાં ૧૨ હજાર ગુણીની આવક હતી અને કેશોદ ઘઉંનાં ભાવ રૂ.૩૫ થી ૩૮૦નાં હતાં. રાજકોટમાં ઘઉંની ૩૦ હજાર ગુણીની આવક થઈ હતી અને રાજકોટ ઘઉંનાં ભાવ લોકવનમાં રૂ.૩૩૮ થી ૩૬૭ અને ટૂકડામાં ૩૩૬ થી ૪રપનાં ભાવ હતાં. સારા માલ બહુ ઓછા હતાં.

ગોંડલમાં ૧૫ હજાર ગુણીની આવક થઈ હતી. ગોંડલ ઘઉંનાં ભાવ મિલબરમાં રૂ.૩૩૮ થી ૩૪૦, લોકવનમાં રૂ.૩પ૫૦ થી ૪૦૦ અને ટૂડડામાં રૂ.૩૫૦ થી ૪રપનાં ભાવ હતાં. હિંમતનગરમાં નવા ઘઉંની ૬૦૦૦ ગુણીની આવક હતી અને મિલબર ઘઉંનાં ભાવ રૂ.૩૪૦થી ૩૫૨, મિડીયમમાં રૂ.૩૬૦થી ૩૯૫ અને સારી ક્વોલિટીમાં રૂ.૪૧૧થી ૪૬૦નાં ભાવ હતાં.

મોડાસામાં ૨૫૦૦ ગુણીની આવક હતી અને મોડાસા ઘઉંનાં ભાવ રૂ.૩૩૫થી ૪ર૧નાં ભાવ હતાં. ઈડરમાં ૧૫૦૦ બોરી હતી અને ભાવ રૂ.૩૪૦થી ૪૧૩નાં હતાં.

તલોદમાં નવા ઘઉંની ૨૦૦૦ બોરીની આવક હતી અને તલોદ ઘઉંનાં ભાવ રૂ.૩૩૫ થી ૪૩૦નાં ભાવ હતાં.

Leave a Comment