PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા આ તારીખ સુધીમાં ઈ-કેવાયસી અને ખેડુત આઈડીની નોંધણી ફરજીયાત

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

PM Kisan Yojana (પીએમ કિસાન યોજના): ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે ૧૯માં હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી રપ નવેમ્બર સુધી ચાલુ છે.

પીએમ કિસાન યોજના: ઈ-કેવાયસી અને આધાર સીડિંગ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા સાત હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી અને આધાર સીડિંગ-ડીબીટી એનેબલ, લેન્ડ સીડીંગ તથા ખેડૂત આઈડીની નોંધણી ફરજીયાત કરવામાં આવી છે.

ઈ-કેવાયસી પદ્ધતિઓ: કેવી રીતે કરશો?

આ બાબતો પૈકી એકપણ બાબત પૂર્ણ કરવાની બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. યાદીમાં જણાવાયુ છે કે, ખેડૂતો જુદી-જુદી ચાર પધ્ધતિઓ દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે.

કેવી રીતે પીએમ કિસાન એપ્લિકેશનનો ઉપયોગ કરવો?

ગ્રામસેવક અને વિલેજ નોડલ ઓફીસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકાય છે. સાથે જ જે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક છે, તે ખેડૂત લાભાથીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોટલ પર અથવા મોબાઈલ પર OTP મોડ દ્વારા ઈ-કેવાયસી ખૂબ જ સરળતાથી કરી શકશે.

PM કિસાન પોર્ટલ પર કેવી રીતે જઈશું?

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીંક ન હોય તો ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઈલ નંબર લીંક કરાવી મોબાઈલ પર OTP મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર ઈ-કેવાયસી કરી શકાય છે.

કેવી રીતે ઈ-કેવાયસી અને આધાર સીડિંગ કરવું?

ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે.

કેમ પસંદ કરવું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક?

આ ઉપરાંત ગામની નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડનો ઉપયોગ કરી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતું ખોલાવાનું રહેશે.

સુવિધાનો લાભ માટે બાકી લાભાર્થીઓ માટે માર્ગદર્શન

તમામ હપ્તા નિરંતર મળી રહે તે માટે બાકી લાભાર્થીઓએ ઈ-કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડીગ – ડીબીટી એનેબલ આગામી રપ નવેમ્બર પહેલા પૂર્ણ કરવા વધુમાં જણાવાયું છે.

PM કિસાન યોજનાનો 19મો ક્યારે આવશે હપ્તો

PM Kisan Yojana 19th installment News : પીએમ કિસાન નો 18મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો 19મા હપ્તાની જોઈ રહ્યા છે, કેન્દ્ર સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી 2024 મહિનામાં હપ્તો જાહેર કરી શકે છે, જે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો હશે.

PM કિસાન યોજનાનો ક્યારે જાહેર કર્યો 18 મો હપ્તો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18મી જૂન 2024ના રોજ વારાણસીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024 ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

PM કિસાન યોજનામાં લાભાર્થી સ્ટેટસ કેવી રીતે ચકાસવું?

જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માંગો છો કે આ વખતના હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે કેમ, તો તમારે લાભાર્થી સ્ટેટસ અને લાભાર્થી યાદી તપાસવી પડશે. તેને નીચે મુજબ છે:
1. સર્વપ્રથમ PM કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ https://pmkisan.gov.in મુલાકાત લો.
2. ત્યારબાદ, PM કિસાન યોજનાનું ઓનલાઇન પોર્ટલ તમારી સામે ખુલશે.
3. અહીં હોમપેજ પર હાજર “Know Your Status” વિકલ્પ પર ક્લિક કરો.
4. હવે તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર, કેપ્ચા અને OTP દાખલ કરવું પડશે.
5. આ પછી તમે તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું લાભાર્થી સ્ટેટસ ચકાસી શકશો.

PM કિસાન યોજનામાં લાભાર્થી યાદી કેવી રીતે જુઓ?

ગ્રામ પ્રમાણે PM કિસાન લાભાર્થી યાદી ચકાસવા માટે નીચે આપેલ પ્રક્રિયાઓને અનુસરો:
1. સર્વપ્રથમ PM કિસાન પોર્ટલ પર જાઓ.
2. હોમપેજ પર “Beneficiary List” વિકલ્પ પર FARMERS CORNER વિભાગમાં ક્લિક કરો.
3. હવે એક નવું પેજ ખુલશે, જ્યાં તમે રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક, અને ગામ જેવી કેટલીક મૂળભૂત વિગતો પસંદ કરશો.
4. બધી માહિતી દાખલ કર્યા પછી “Get Report” વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ, તે ગામની લાભાર્થી યાદી તમારી સામે આવશે, અને તમે જોઈ શકશો કે તમારું નામ તેમાં છે કે નહીં. જો તમારું નામ આ યાદીમાં ન હોય, તો તમે PM કિસાન હેલ્પલાઇનનો સંપર્ક કરી તે વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો.

PM કિસાન યોજનાની અરજીની સ્થિતિ કેવી રીતે ચકાસવી?

જો તમે તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરી છે અને તમે તમારી અરજીની સ્થિતિ ચકાસવા માંગો છો, તો નીચે આપેલ પગલાંઓને અનુસરો:
1. સર્વપ્રથમ તમારે અધિકૃત વેબસાઇટ પર જવું પડશે.
2. હોમપેજ પર “Status of Self Registered Farmer/ CSC Farmers” વિકલ્પ પર Farmer Cornerમાં ક્લિક કરો.
3. હવે એક પેજ ખુલશે જ્યાં તમારો આધાર નંબર અને છબીનું વેરીફિકેશન માંગવામાં આવશે.
4. બધી માહિતી દાખલ કર્યા પછી “Search” વિકલ્પ પર ક્લિક કરો.  આ પછી, તમારી અરજીની સ્થિતિ તમારી સામે આવશે, જ્યાં તમે જાણી શકશો કે તમારી અરજી મંજુર થઈ છે કે નહીં અને તે માટે કેટલો સમય લાગશે.

Leave a Comment