GUJCO Mart: ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) દ્વારા ગુજરાતના પ્રથમ સહકારી મોલ ગુજકો માર્ટ નો શુભારંભ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
  • GUJCO Mart નો મુખ્ય ઉદેશ્ય છે કે માલની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે.
  • Gujcomasol એ ગુજરાતનું પહેલું Gujco Mart નું ઉદ્ધાટન કર્યું
  • અમદાવાદનાં સાયન્સ સીટી રોડ પર પહેલા ગુજકો માર્ટનું ઉદઘાટન
  • GSC અધ્યક્ષ અજય પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું
  • આવનારા સમયમાં 250 ગુજકો માર્ટ બનાવવાનું લક્ષ્યાંક
  • ઓર્ગેનિક પ્રોડક્ટ સાથે 25 પ્રકારની હેલ્થ કીટનું વેચાણ થશે
  • ગુજકોમસોલ દ્વારા પ્રોડક્ટ મૂલ્ય વર્ધક તેમજ ઓર્ગેનિક ખોરાક લોકોને મળી રહે તે ઉદ્દેશ : દિલીપ સંઘાણી

GUJCO Mart (ગુજકો માર્ટ): ગુજરાત રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ ગુજકો માર્ટ નો અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર શુભારંભ થયો છે. ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન – ગુજકોમાસોલ દ્વારા આ સહકારી સુપરમાર્કેટ – મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન-નેતૃત્વકાળને ૨૩ વર્ષ પૂર્ણ થવા પર રાજ્યભરમાં વિકાસ સપ્તાહ ઊજવાઈ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં ‘સહકારી સુપર માર્કેટ’ રિટેલ ચેઇનના વિકાસની દિશા ખૂલી છે. સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન દિલીપ સાંધાલ્રી તેમજ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા આ સહકારી સુપર માર્કેટ – ગુજક માર્ટને જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.

ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન – ગુજકોમાસોલ દ્વારા આ સહકારી સુપરમાર્કેટ – મોલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે આ જ રીતે ચાલુ મહિને રાજકોટ, સુરત અને વડોદરા સહિત અન્ય શહેરોમાં પણ ગુજકો માર્ટ (ગુજકો મોલ) કાર્યાન્વિત થવાના છે અને ક્રમશઃ સમગ્ર રાજ્યમાં 250 જેટલા ગુજકો મોલની સ્થાપના કરવામાં આવનાર છે.

સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સાંઘાણી તેમજ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્દારા આ સહકારી સુપર માકેટ – ગુજકો માર્ટને જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.

રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટઃ ગુજકો માર્ટનો અમદાવાદમાં પ્રારંભ: વિકાસ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં સહકારી સુપર માકૅટ રિટેલ ચેઇનના વિકાસની દિશા ખૂલી…

GUJCO Mart નો મુખ્ય ઉદેશ્ય

ગુજકોમાસોલ રાજ્યના ખેડૂતોને મદદરૂપ થઈ શકે તે માટે ગુજકો માર્ટનો પ્રારંભ કરાયો છે. તેમણે વધુમાં કહ્યું કે અલગ અલગ ખેત ઉત્પાદન જે જિલ્લામાં થતું હોય તેનું મૂલ્યવર્ધન (વેલ્યૂ એડિસન) કરીને લોકો સમક્ષ મૂકવા માટે ગુજકોમાસોલ કાર્યરત છે. ગુજકો માર્ટના માધ્યમથી લોકોને ગુણવત્તાવાળી, શુદ્ધ, મૂલ્યવર્ધક અને કિંમતમાં પરવડે તેવી પ્રોડક્ટ આપવાનો પ્રયાસ કર્યો છે.

દિલીપ સંઘાણીએ વધુમાં કહ્યું કે અલગ અલગ ખેત ઉત્પાદન જે જિલ્લામાં થતું હોય તેનું મૂલ્યવર્ધન (વેલ્યૂ એડિશન) કરીને લોકો સમક્ષ મૂકવા માટ ગુજકોમાસોલ કાર્યરત છે. ગુજકો માર્ટના માધ્યમથી લોકોને ગુણવત્તાવાળી, શુદ્ધ, મૂલ્યવર્ધક અને કિંમતમાં પરવડે તેવી પ્રોડક્ટ આપવાનો પ્રયાસ કર્યો છે.

ગુજકો માર્ટથી ખેડૂતોને શું ફાયદો થશે

નાનાં- મોટાં નગરો અને મહાનગરોમાં સારા લોકેશન પર ગુજકો માર્ટ સુપર માર્કેટ ખોલવાનું આગામી આયોજન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલે કહ્યું કે, ઓર્ગેનિક ફાર્મ પ્રોડક્ટના માર્કેટિંગ અને સેલિંગ માટેનું અક કોમન પ્લેટફોર્મ ગુજકો માર્ટના માધ્યમથી ખેડૂતોને મળી ગયું છે.

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલે કહ્યું કે, ઓર્ગેનિક ફાર્મ પ્રોડક્ટના માર્કેટિંગ અને સેલિંગ માટેનું એક કોમન પ્લેટફોર્મ ગુજકો માર્ટના માધ્યમથી ખેડૂતોને મળી ગયું છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી કૌશિકભાઈ પટેલ, ગુજકોમાસોલના ઉપાધ્યક્ષ બિપિન પટેલ (ગોતા), ગુજરાત રાજ્ય સહકારી સંધના અધ્યક્ષ ઘનશ્ચામભાઈ અમીન, ગુજકોમાસોલના પૂર્વ ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment