- પશુધન વીમા સહાય યોજના (Pashudhan vima sahay yojana) હેઠળ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના 50,000 જેટલા પશુઓને આવરી લેવાનું આયોજન
- માત્ર રુ.100 પ્રિમીયમ ચૂકવી પશુને વીમા કવચથી કરાશે સુરક્ષિત
- ગાય-ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે અપાશે સહાય
- સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારનાં 50,000 જેટલાં પશુઓને આવરી લેવાશે
- આઈ-ખેડૂત પોર્ટલ પર તા.14 નવેમ્બરથી 1 મહિના સુધી રજીસ્ટ્રેશન
- પશુપાલન મંત્રી રાધવજી પટેલ દ્વારા પશુધન વીમા સહાય યોજનાની કરાઈ જાહેરાત
પશુપાલકો માટે વીમા સહાય યોજના: 23 કરોડની બજટ જોગવાઈ
ગુજર।તના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂ.23 કરોડની બજટ જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના (Pashudhan vima sahay yojana) અમલમાં મૂકી છે. પશુમૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકશાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે.
પશુપાલકોને વ્યવસાય ચાલુ રાજ્યના પશુપાલન મંત્રીની મદદ
પશુધન વીમા સહાય યોજનાનો લાભ મેળવીને ગજરાતનો પશુપાલક વીમાની રકમમાંથી નવુ પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકશે, તેમ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યં હતું.
પશુપાલકોને વીમા પ્રીમીયમ પર સબસીડી: નેશનલ લાઈવસ્ટોક મિશનની રાહત
અત્રે ઉલ્લેખનીય છે કે, પશુપાલકોને પશુ વીમા લેવા માટે પ્રાંત્સાહિત કરવાના ઉદેશ્ય સાથે ભારત સરકારના નેશનલ લાઈવસ્ટોક મિશન હેઠળ પણ પશુપાલકોને વીમા પ્રીમીયમમાં સબસીડી ચૂકવવામાં આવે છે. ભારત સરકારની સબસીડી બાદ થતા પશુપાલકોના ભાગે આવતી વીમા પ્રીમિયમની શેષ રકમમાં ઘટાડો કરીને વધુ સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજન અમલમાં મૂકી છે.
ICICI લોમ્બાર્ડ અને ગુજરાત પશુધન બોર્ડ વચ્ચે મહત્વપૂર્ણ MoU
ભારત સરકારના નેશનલ લાઈવસ્ટોક મિશન (NLM) અને રાજ્ય સરકારની પશુધન વીમા સહાય યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ગાંધીનગર ખાતે પશપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પશુધન વિકાસ બોડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિ. વચ્ચે MoU કરવામાં આવ્યું હતું.
પશુધન વીમા યોજનામાં ઓનલાઈન અરજી માટે 14 નવેમ્બરથી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું
આ પ્રસંગે પશુપાલન મંત્રીએ કહ્યું હતું કે, પશુધન વીમા યોજનાનો લાભ મેળવવા ઈચ્છક પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકે તે માટે તા. 14 નવેમ્બરથી આગામી એક મહિના સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. અરજી કરૌ હોય તેવા પશુપાલકો પૈકી પસંદ થયેલા પશુપાલકોને પ્રતિ લાભાર્થી ૧ થી ૩ વેતરના હોય તેવા ગાય-ભૅંસ વર્ગના મહત્તમ ૩ પશુઓ માટે આ સહાય આપવામાં આવશે.
પશુપાલકો માટે લઘુત્તમ રૂ. 100 પ્રીમીયમ પર 50,000 પશુઓને આવરી લેશે
પશુધન વીમા સહાય યોજના (Pashudhan vima sahay yojana) નો લાભ મેળવીને પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુ માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચકવીને પોતાના પશુઓને વીમાથી સુરક્ષિત કરરી શકશે. જ્યારે, બાકીની શેષ પ્રીમીયમની ૨કમ સબસીડી પેંટ સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના આશરે ૫૦,૦૦૦ જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે.
પશુપાલન મંત્રીની સલાહ: વીમા કંપની પાસેથી દસ્તાવેજોની સચોટ કોપી મેળવો
ભવિષ્યમાં ક્લેઇમ સ્જુ કરવા સમયે પશુપાલકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પશપાલકે વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી પ્રીમિયમ ચુકવ્યાની પહોંચ અથવા પોલિસીની નકલ અચૂક મેળવી લેવી, તેવો પશુપાલન મંત્રીએ અનુરોધ કર્યો હતો.