ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી

જુનાગઢના સેમરાળા ગામના પ્રયોગશીલ ખેડૂત વિરમદેભાઈ ભીમાણી છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક પદ્ધતિથી હળદરની ખેતી કરી, મસાલા પાકમાં નવી દિશા આપીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

વિરમદે ભીમાણીએ આ વર્ષે સેલમ, પ્રગતિ અને વાયગાવ જાતની હળદર ઉગાડી છે અને આંતરપાક તરીકે તુવેરની નવી જીટી-104 વેરાઈટી વાવી છે, જે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાઈ છે.

વિરમદે ભીમાણી હળદરનું મૂલ્યવર્ધન કરી પાવડર પેકિંગમાં વેંચે છે. એક હેક્ટર હળદર ઉગાડી ઓર્ડર પ્રમાણે કુરિયરથી વિવિધ શહેરોમાં પહોંચાડે છે, તેમનો ફાર્મ બિઝનેસ પ્રગતિશીલ છે.

વિરમદે ભીમાણીએ બાગાયત અધિકારી સેજલબેન બંધિયાના માર્ગદર્શન હેઠળ હળદર વાવેતર શરુ કર્યું. 4 ગૂઠાથી શરુ કરી, સફળતા પછી આ વર્ષે 1 હેક્ટર હળદર અને પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું છે.

વિરમદે ભીમાણીના ફાર્મ પર ગુજરાતભરના ખેડૂતો હળદર ખેતી શીખવા આવે છે. તેઓનો સંદેશ છે: જાતે પેદાશ ઉગાડો, મૂલ્યવર્ધન કરો અને વેચાણ કરો, જેથી આવકમાં વધારો થઈ શકે.

ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી