લસણના બજાર ભાવ, garlic price today, lasan price today: મધ્યપ્રદેશમાં તહેવારોને કારણે મંડીઓ છેલ્લા બે-ત્રણ દિવસથી બંધ છે અને ગુરૂવારથી રેગ્યુલર બધી મંડીઓ ખુલે તેવી સંભાવના છે. હવે આવકો ત્યાં લસણની કેટલી થાય છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. અત્યારે આવકો ઓછી હોવાથી રાજકોટમાં લસણના ભાવમાં મણે રૂ.૨૫થી ૫૦નો સુધારો થયો હતો.
લસણનાં વેપારીઓ, કહે છેકે ગુજરાતમાં ખાસ આવક નથી અને આગામી દિવસોમાં દેશાવરથી આવક કેવી આવે છે અને ભાવ કેવા રહે છે તેનાં ઉપર આગળની બજારની આધાર રહેલો છે. હાલમાં કોઈ મોટી તેજી-મંદી હાલ દેખાતી નથી. હવે બિયારણની માંગ નીકળે ત્યારે થોડો કરંટ આવી શકે છે.
જામનગરમાં લસણની ૫૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૨૨પ થી ૫૪૦૦ના હતા. સારા લસણમાં બે-ત્રણ દિવસમાં મણે રૂ.૧૦૦નો વધારો એવરેજ થયો છે.
મધ્યપ્રદેશની મંડીઓ આજે ખુલ્યા બાદ કેટલી આવક થાય છે તેનાં ઉપર આગળનો આધાર…
રાજકોટમાં લસણની ૩૦૦થી ૪૦૦. કટ્ટાની આવક હત અને ભાવ મુંડામાં રૂ.૩૨૦૦ થી ૩૩૦૦, મિડીયમ રૂ.૩૫૦૦ થી ૩૭૦૦ અને સારામાં રૂ.૩૯૦૦ થી ૪૧૦૦ અને સુપરમાં રૂ.૪૫૦૦ થી ૫૫૦૦ના ભાવ હતા.
રાજકોટમાં દેશાવરથી રોજનો એકથી બે ગાડીની આવક થાય છે. હાલ મંડી બંધ હોવાથી નવી આવકો એમ.પી.ની નથી. બે દિવસ પહેલા બે ગાડી આવી, પંરતુ તેનું વેચાણ થયુ નહીંતું.
- ગુજરાતમાં ઠંડી પડતા લસણની બજારમાં હવે સુધારો દેખાય તેવી સંભાવનાં
- લસણ ના બજાર ભાવ: ગુજરાતમાં લસણની લેવાલી ઓછો હોવાથી લસણના ભાવમાં સ્થિરતા
- લસણ ના ભાવ, લસણનું બિયારણની માંગ નીકળા પછી લસણના ભાવ નો આધાર રહેશે
- Garlic price: ગુજરાતમાં લસણનાં વાવેતરમાં વિલંબ થતા લસણના ભાવમાં સુધારો
ગોંડલમાં ૧૫૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૮૫૧ થી ૫૪૩૧ના હતા.
મધ્ય પ્રદેશની. મંડીઓ પણ બંધ છે. રાજસ્થાનમાં ૨૫ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ ક્વિન્ટલના રૂ.૧૧,૦૦૦ થી ૨૬ હજારના ભાવ હતાં.