Jeera price today: જીરૂની બજારમાં ભાવ અથડાય રહ્યા છે. જીરૂમાં હાલ આવકો સારી છે અને સામે થોડા લોકલ અને નિકાસ વેપારો જોવા મળી રહ્યાં હોવાથી ભાવમાં શનિવારે રૂ.રપથી પ૦ સુધારો થયો હતો. જીરૂનાં વેપારીઓ કહે છેકે હાલનાં સંજોગોમાં બજારમાં લેવાલી ઓછી છે અને આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળનો બજારનો આધાર રહલા છે.
જીરામાં મોટી મુવમેન્ટ્સનો અભાવ
હાલમાં કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી અને બજારમાં વેપારો સારા થશે તો બજારને ટેકો મળશે, નહીંતર ભાવ ઘટી શકે છે. જીરૂ વાયદામાં હવે થોડા સમય માટે કોઈ મોટી વોલેટાલિટી દેખાતી નથો.
જીરૂ વાયદા બજાર ભાવ
જીરૂ હાજરની તુલનાએ વાયદા ભાવ હજી પણ નીચા હોવાથી વાયદામાં ડિમેટ માલ બહું ઓછો છે અને સામે વોલ્યુમ પણ ઓછા જોવા મળી રહી છે. જીરૂની બજારમાં હવ દરેક ટ્રેડરો ચાઈનાના ક્રોપની રાહમાં છે.
ગુજરાતમાં જીરાના વાવેતર
જીરૂ ક્રોપ જે વાવેતર થયું એ પહેલા બમણાં ક્રોપની વાતો કરતા હતા, જેની તુલનાએ હવે ક્રોપ સવાયો કે દોઢો જ આવે તેવી સંભાવનાં દેખાય રહી છે. ચાલુ પીક્ચર જુલાઈ મહિનામાં સ્પષ્ટ થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
સેન્ટર-ક્વોલિટી | ભાવ | ફેરફાર |
---|---|---|
ઉંઝા આવક-નવું | 17000 | -4000 |
ઉંઝા સુપર | 5550-5600 | 100 |
ઉંઝા બેસ્ટ | 5450-5550 | 100 |
ઉંઝા મિડિયમ | 5350-5450 | 50 |
ઉંઝા એવરેજ | 5200-5350 | 50 |
ઉંઝા ચાલુ | 5100-5200 | 100 |
રાજકોટ આવક | 1700 | -300 |
રાજકોટ એવરેજ | 5000-5350 | 100 |
રાજકોટ મિડિયમ | 5350-5450 | 100 |
રાજકોટ સારું | 5450-5550 | 100 |
રાજકોટ યુરોપીયન | 5550-5625 | 75 |
રાજકોટ કરિયાણાબર | 5625-5700 | 100 |
સેન્ટર-ક્વોલિટી (નિકાસ ભાવ મુન્દ્રા) | ભાવ | ફેરફાર |
---|---|---|
સૌરાષ્ટ સિગિપર ૦.પ ટકા | 5975 | 25 |
સૌરષ્ટ્ર સિંગાપુર એક ટકા | 5925 | 25 |
સૌરષ્ટ્ર સિંગાપુર બે ટકા | 5875 | 25 |
સૌરાષ્ટ યુરોપ | 6175 | 25 |
શોર્ટેક્સવક-નવું | 6225 | 25 |