Gujarat weather Update: સોમવાર સુધીમાં ગુજરાતના આ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડશે અશોકભાઈ પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
ગૂગલ ન્યૂઝમાં જોડાઓ Join Now

ગુજરાતમાં ફરી સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં માવઠાની સંભાવના છે. તા. ૧૮ થી ૨૧ દરમિયાત્ત કોઈ દિવસ છુટા છવાયા તો કોઈ દિવસ આઇસોલેટેડ વિસ્તારમાં ઝાપટા, હળવો, મધ્યમ તો ભારે વરસાદની શક્યતા હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

સ્થિતિ અને ઉપસ્થિત પરિબળો આ મુજબ છે. ઉત્તર લક્ષદીપ વિસ્તાર અને પડોશ પર ગઈકાલનું અપર એર સાયક્લોનિક સકર્યુલેશન આજે ૦૮૩૦ કલાકે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આવેલું છે. અને સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી સુધી લંબાય છે. તેના પ્રભાવ હેઠળ, આગામી ૧૨ કલાક દરમિયાન તે જ પ્રદેશમાં લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. તે પછીના ૩ દિવસ દરમિયાન ભારતીય દરિયાકાંઠાથી વધુ દૂર પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ જવાની શક્યતા છે.

મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ઉપરોક્ત યુએસી થી લઈને કર્ણાટક અને રાયલસીમાના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સુધી ટ્રફ લંબાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ કિમી સુધી વિસ્તરે છે.

મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેસરનું નિર્માણ

૨૦મી ઓક્ટોબરની આસપાસ ઉત્તર આંદામાન સમુદ્ર પર નવા અપર એર સાયક્લોનિક સકર્યુલેશનની સંભાવના છે. તેના પ્રભાવ હેઠળ, રરમી ઓક્ટોબરની આસપાસ મધ્ય બંગાળની ખાડી પર લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શકયતા છે, ત્યારબાદ તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અતે ર૪મી ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને.

અરબી સમુદ્રની વેલમાર્કડ લો પ્રેસર – સિસ્ટમ્સને કારણે, આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના આઇસોલેટેડ વિસ્તારો (૧% થી ૨૫% વિસ્તાર ) અને અમુક દિવસ છુટા છવાયા વિસ્તારોમાં (ર૬% થી ૫૦% વિસ્તાર) વધ ઘટ માત્રામાં ઝાપટા, હળવો, મધ્યમ, સામાન્ય ભારે વરસાદ પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અતે કચ્છમાં તા. ૧૮ થી ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધીની આગાહી કરતાં જણાવેલ કે, મધ્ય પૂવ અરબી સમુદ્ર પર ગાઢ વાદળો છવાયા છે. ૧૮મી થી ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં કોઈ દિવસ છૂટા છવાયા તો કોઈ દિવસ આઇસોલેટેડ વિસ્તારમાં ઝાપટા, હળવા, મધ્યમ પ્રમાણમાં ભારે વરસાદની શક્યતા છે.

Leave a Comment