Gujarat cotton rate today (ગુજરાત માર્કેટ યાર્ડ કપાસ ના ભાવ) કપાસનો સર્વે: ગુજરાતમાં નવા કપાસની આવકો ધીમી ગતિએ વધી હતી, પંરતુ અત્યારે ભેજવાળા માલ વધારે આવી રહ્યાં છે. કપાસની બજારમાં આગળ ઉપર સરેરાશ વેચવાલી કેવી આવે છે અને રૂની બજારો સારી રહેશે તો નવા કપાસમાં ટેકો મળી શકે છે. કપાસની બજારમાં એવરેજ બજારો એક રેન્જમાં અથડાયા કરશે.
મુખ્ય મુદ્દાઓ
- 1 રૂની બજાર સ્થિર, કપાસિયા ખોળ વાયદામાં વૃદ્ધિ
- 2 ગુજરાતમાં કપાસ ના ભાવ આજના
- 3 કપાસિયા ખોળ બેન્ચમાર્ક વાયદામાં ઉછાળો
- 4 કપાસિયા ખોળના ભાવોમાં ગતિશીલતા
- 5 રાજકોટ માર્કેટ યાર્ડ કપાસ ના ભાવ
- 6 કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) ના ભાવ
- 7 મહારાષ્ટ્રમાં કપાસ ખરીદી માટે રજિસ્ટેશન શરૂ
- 8 મહારાષ્ટ્રમાં સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીની તૈયારીઓ
- 9 અમેરિકાના રૂ ઉત્પાદનમાં સીઝનવાર ઘટાડાની અસર
રૂની બજાર સ્થિર, કપાસિયા ખોળ વાયદામાં વૃદ્ધિ
ગુજરાતમાં રૂની બજારો આજે સ્ટેબલ હત, પંરતુ કપાસિયા ખોળ વાયદો વધતા હાજરમાં પણ ટેકો હતો. સીડના ભાવ પણ રૂ.૧૦ જેવા વધ્યાં હતાં. રૂની બજારમાં હવે નવાની આવકો વધશે નહીં ત્યાં સુધી બજારો એક રેન્જમાં અથડાયા કરે તેવી ધારણાં છે.
ગુજરાતમાં કપાસ ના ભાવ આજના
ગુજરાતમાં રૂના ભાવમાં રૂ.૫૦નો ઘટાડો હતો. ૨૯ એમ.એમ. અને ૩.૮ માઈક્નો ભાવ રૂ.૫૯,૯૦૦થી ૫૯,૯૦૦ના હતા. કલ્યાણ રૂનો ભાવ સ્ટેબલ હતો અને રૂ.૪૩,૦૦૦ થી ૪૩,૫૦૦ હતા. ઉત્તર ભારતમાં રૂના. ભાવમાં રૂ.૩૫૦નો સુધારો હતો.
કપાસિયા ખોળ બેન્ચમાર્ક વાયદામાં ઉછાળો
કપાસિયા-ખોળ બેન્ચમાર્ક વાયદો રૂ.૮૩ વધીને રૂ.૩૭૧૫ની સપાટી ૫૨ બંધ ચ્હ્યો હતો. હાજરમા ભાવ મજબૂત હતા અને રૂ.૧૦ થી ૧૫નો સુધારો હતો.
રુની બજારમાં ટૂંકી વધઘટે અથડાતા ભાવ, બિયારણમાં પણ રૂ.૧૦ વધ્યાં. રજકોટમાં નવા કપાસની ૧૪૦૦ મણની આવક, પરંતુ ભેજવાળા માલ વધારે…
કપાસિયા ખોળના ભાવોમાં ગતિશીલતા
કપાસિયા ખોળના ભાવ ૫૦ કિલોનાં કડીમાં પાતળા ક્વોલિટીમાં રૂ.૧૬૭૦ થી ૧૭૭૦, પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૨૦૫૦ થી ૨૧૪૦ હતા. મોરબીમાં એવરેજ ક્વોલિટીનાં રૂ.૧૯૪૦ થી ૧૯૯૦ અને પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૨૦૨૦ થી ૨૧૨૦ હતા.
ખોળનો ભાવ કડીમાં ૨૦ કિલોનાં રૂ.૭૭૦ થી ૮૩૦ હતા. જ્યારે રાજકોટમાં રૂ.૮૧૦ થી ૮૪૦ અને ગોંડલમાં પણ રૂ.૮૧૦ થી ૮૪૦ના ભાવ હતા.
રાજકોટ માર્કેટ યાર્ડ કપાસ ના ભાવ
રાજકોટમાં કપાસની કુલ ૪૫૦૦ મણની આવક હતી અને ભાવ-૪-જીમાં રૂ.૧૬૫૦ થી ૧૬૮૦, એ ગ્રેડમાં રૂ.૧૬૩૦ થી ૧૬૫૦, બી ગ્રેડમાં રૂ.૧૫૭૦ થી ૧૬૦૦ અને સી ગ્રેડમાં રૂ.૧૪૨૦ થી ૧૪૮૦ હતા. એક એન્ટ્રી રૂ.૧૭૦૦ની જોવા મળી હતી. નવા કપાસની ૧૭૦૦મણની આવક હતી અને ભાવ સુપર ટાઈપ રૂ.૧૫૫૦ થી ૧૫૯૦, મિડીયમ રૂ.૧૪૫૦ થી ૧૫૨૦, ભેજવાળા રૂ.૧૩૨૦ થી ૧૪૨૦ અને નવામાં એક એન્ટ્રી રૂ.૧૬૩૧ની હતી.
કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) ના ભાવ
સીસીઆઇએ ગત્ત સપ્તાહે ઉપરાઉપરી ભાવ વધારો કરતાં મોટો જથ્થો વેચાયો હતો જેને કારણે સૌસીઆઇએ સીઝન દરમિયાન ખરીદેલી ૩૨.૧૦ લાખ ગાંસડીમાંથી હવે ૧૦.૫૦ લાખ ગાંસડી રૂનો જથ્થો બચ્યો છે. દેશમાં કપાસની આવડકનું પ્રેશર હજુ એક મહિના પછી દેખાશે આથી આગામી એક મહિનામાં સીસીઆઇનું હજુ ઘણુ રૂ વેચાશે તેવી ધારણા છે.
સીસીઆઇ (CCI) એ શુક્રવારે સતત આઠમે દિવસે ભાવ યથાવત રાખ્યા: ૫૦૦ ગાંસડી વેચાઇ, અમેરિકાના રૂમાં બગાડ વધતા ન્યુયોર્ક રૂ વાયદામાં સતત ત્રીજે દિવસે તેજી…
મહારાષ્ટ્રમાં કપાસ ખરીદી માટે રજિસ્ટેશન શરૂ
મહારાષ્ટ્રમાં આગામી ત્રણ મહિનામાં વિધાનસભાની ચૂટણીઓ આવી રહી હોઇ સરકાર ખેડૂતોને રાજી રાખવા હાલ રાત-દિવસ ઉજાગરા કરી રહી છે. ચૂંટણીઓમાં ખેડૂતો ખુશ રહે તે માટે સીસીઆઈએં જલગાંવમાં ૧૧ સેન્ટરો પર કપાસની ખરીદી ચાલુ કરવાની જાહેરાત કરીને રજિસ્ટ્રેશન પણ ચાલુ કરી દીધા છે.
મહારાષ્ટ્રમાં સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીની તૈયારીઓ
મહારાષ્ટ્રમાં સીસીઆઈ દ્વારા મોટેપાયે કપાસની ખરીદી કરવાની તૈયારીઓ થઇ ચૂકી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીઓને વ્યાનમાં રાખીને કપાસની ખરીદીની વહેલી જાહેરાત કરાઇ છે પણ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં સીસીઆંઈની કપાસ ખરીદો અંગે વિશેષ જાહેરાત હજુ થઇ નથી. ગુજચૂતના અનેક સેન્ટરોમાં નવા કપાસની આવક શરૂ થઇ પૂકો છુજિ કે હાલ વબન જોઇ પુતી તો ભાવ ઊંચો હોઈ ખેડૂફોને કપાસ વેચવામાં કોઈ મુશ્કેલી નથી.
- Groundnut price today: સીંગતેલમાં ચીનની ખરીદી નીકળતા મગફળીનું બમ્પર ઉત્પાદન છતાં ભાવ ન તૂટવાની આશા બંધાઈ
- onion price in Gondal: ગોંડલ યાર્ડમાં ૫૦ થી ૬પ હજાર કટ્ટા ડુંગળીની આવક ૨૦ કિલોના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો
- Gujarat government farmers advisory: ગરમ તાપમાનને ધ્યાન લઈને ગુજરાત સરકારે રવિ પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે એડવાઈઝરી જાહેર કરી
- Stubble burning: ખેતરોમાં પરાળી સળગાવવા મામલે સુપ્રિમ કોર્ટે દંડ બમણો કર્યો
- Tekana bhav: સરકારને મગફળી વેચવા માટે ૩,ર૯,પપર ખેડૂતોની નોંધણીઃ ૧૧મીથી ટેકાના ભાવે ખરીદી શરૂ
અમેરિકાના રૂ ઉત્પાદનમાં સીઝનવાર ઘટાડાની અસર
અમેરિકાનું રૂ ઉત્પાદનનો અંદાજ USDAએ સપ્ટેમ્બર મહિનાના રિપોર્ટમાં સતત ચોથે માહેને ઘટાડયો હતો. USDAએ જુન મહિનાના રિપોર્ટમાં અમેરિકાના રૂના ક્રોપનો ચાલુ સીઝનનો અંદાજ ૨૦૫.૨૦ લાખ ગાંસડી (૧૭૦ કિલોની ગાંસડી) મૂક્યો હતો જે સતત ચોથે મહિને ઘટાડીને સપ્ટેમ્બરમાં ૧૮૬.૧૦ લાખ ગાંસડીનો મૂક્યો છે. આમ, ચાર મહિનામાં અમેરિકાના રૂના ક્રોપના અંદાજમાં ૧૯.૧૦ લાખ ગાંસડીનો ઘટાડો કર્યો છે.